This when asked about her pregnancy : Actress Sonam Kapoor
  • Home
  • Entertainment
  • Bollywood
  • તો શું બોલિવૂડની આ સ્ટાર અભિનેત્રી પ્રેગ્નેન્ટ છે? પોતે જ કર્યો ખુલાસો

તો શું બોલિવૂડની આ સ્ટાર અભિનેત્રી પ્રેગ્નેન્ટ છે? પોતે જ કર્યો ખુલાસો

 | 7:45 pm IST

બોલિવૂડ અભિનેત્રી સોનમ કપુરે ગયા વર્ષે માર્ચ મહિનામાં પોતાના બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. હાલ સોનમ પોતાની ફિલ્મ ધ ઝોયા ફેક્ટરના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ અહેવાલ આવ્યા છે કે શું સોનમ કપૂરને સારા દિવસો જઈ રહ્યાં છે? 

જોકે હવે સોનમે પોતે જ આ વાતને લઈને ખુલાસો કર્યો છે. અભિનેત્રી સોનમે કહ્યું છે કે, એ વાત સાચી છે કે મારી આગામી ફિલ્મ ધ ઝોયા ફેક્ટર માટે મેં 10 કિલો વજન વધાર્યું હતું જેના કારણે હું થોડી જાડી થઈ ગઈ હતી. જોકે ભાગ્યવશ હું પ્રેગનન્ટ નથી અને મેં 6 કિલો જેટલું વજન ઘટાડી નાખ્યું છે.

સોનમ કપૂર બોલિવૂડમાં બબલી ગર્લ તરીકે જાણીતી છે. તે પોતાની જુદી જ ફેશન સેંન્સના કારણે પણ સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. હાલમાં તે પોતાની આગામી ફિલ્મ ધ ઝોયા ફેક્ટરથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં સોનમ સાથે સાઉથનો એક્ટર દલકીર સલમાન જોવા મળી રહ્યા છો. આ ફિલ્મનું ટ્રેલર પહેલાં 27 ઓગસ્ટે રિલીઝ કરવાનું આયોજન હતું પણ જ્યોતિષીઓની સલાહ માનીને એને 29 ઓગસ્ટે રિલીઝ કરવામાં આવ્યું છે. ‘ફોક્સ સ્ટાર સ્ટુડિયો’એ આ ફિલ્મને પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મ 20 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની છે.

આ દરમિયાન જ સોનમ કપૂર પ્રેગ્નેન્ટ હોવાના સમાચાર વહેતા થયા હતાં. સોનમ કપૂરે ફિલ્મ માટે વદજન વધાર્યું હોવાથી આ અંજાદ લગાવવામાં આવી રહ્યો હતો. પરંતુ ખુદ સોમન કપૂરે આ મામલે ખુલાસો કરીને પ્રેગ્નેન્ટ હોવાની વાતને માત્ર અફવા ગણાવી હતી. સોનમની આવનાર ફિલ્મની વાર્તા ઝોયા સોલંકી નામની છોકરીના સંઘર્ષની સ્ટોરી છે. આ ફિલ્મની સ્ટોરી લેખિકા અનુજા ચૌહાણની એક ફિક્શન પર આધારિત છે. આ એક રાજપૂત છોકરીની વાત છે જેનું નામ ઝોયા છે. હિંદુ છોકરીના મુસ્લિમ નામવાળી આ સ્ટોરી કોમેડી, ઇમોશન અને રોમાન્સથી ભરપુર છે.

આ વીડિયો પણ જુઓ : જેતપુરમાં લીલા દુષ્કાળની શક્યતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન