This Wicket Keeper Batsman Can Be Nightmare For Pant
  • Home
  • Sports
  • Cricket
  • ટીમ ઇન્ડિયામાંથી ઋષભ પંતની છૂટ્ટી કરી શકે છે આ ખેલાડી, કરી રહ્યો છે દમદાર પ્રદર્શન

ટીમ ઇન્ડિયામાંથી ઋષભ પંતની છૂટ્ટી કરી શકે છે આ ખેલાડી, કરી રહ્યો છે દમદાર પ્રદર્શન

 | 9:33 pm IST

વેસ્ટઇન્ડીઝ પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત રવિવારનાં મુંબઈમાં થશે. આમાં વન ડે, ટી-20 અને ટેસ્ટ ક્રિકેટ માટે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવશે. એમએસ ધોનીએ ટીમ સિલેક્શન માંથી ખુદને અલગ કરી દીધો છે. આવામાં વન ડે ટીમમાં ઋષભ પંતની પસંદગી થવી નક્કી છે. તો ટી-20માં પણ તેની દાવેદારી સૌથી ઉપર છે. તો ટેસ્ટ ફૉર્મેટમાં પંત ખુદને પહેલાથી જ સાબિત કરી ચુક્યો છે, પરંતુ માનવામાં આવે છે કે વિન્ડીઝ પ્રવાસ માટે પસંદગી સમિતિ પંતની સાથે એક અન્ય વિકેટકીપર બેટ્સમેનને પણ પસંદ કરી શકે છે. આવામાં આંધ્રપ્રદેશનાં કેએસ ભરતની ટીમમાં એન્ટ્રી થઇ શકે છે.

રિદ્ધિમાન સાહાની વધી રહી છે ઉંમર, ભરતને મળી શકે છે ફાયદો

વેટરન વિકેટકીપર રિદ્ધિમાન સાહા પણ ઇજામાંથી બહાર આવી ગયો છે અને તેને વેસ્ટઇન્ડીઝ-એ ટેસ્ટ સીરીઝ માટે ઇન્ડિયા-એ માટે પણ પસંદ કરવામાં આવ્યો છે. ગત વર્ષે જાન્યુઆરી દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર સાહા ઇજાગ્રસ્ત થયો હતા. આ કારણે તે લાંબા સમયથી ટીમમાંથી બહાર હતો. આવામાં પંતને તક મળી અને તેણે બેટિંગમાં ખુદને સાબિત કર્યો છે. જો કે તેની કીપિંગમાં ઘણી ખામીઓ છે. ઇજાગ્રસ્ત થયા પહેલા 34 વર્ષનાં સાહાએ 32 ટેસ્ટમાં 1164 રન બનાવ્યા અને 75 કેચ અને 10 સ્ટમ્પિંગ કર્યા હતા. તેની વિકેટકીપિંગની પણ ઘણી પ્રશંસા થઇ રહી છે.

ઇન્ડિયા-એ માટે કર્યું છે શાનદાર પ્રદર્શન

બદલાતા માહોલમાં સાહાની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી મુશ્કેલ લાગી રહી છે, કેમકે પસંદગી સમિતિ યુવાઓ પર ભરોસો દર્શાવી શકે છે. આવામાં પંતની સાથે જ કેએસ ભરત પણ વિકલ્પ તરીકે ઉભર્યો છે. ભરતે ઇન્ડિયા-એ ટીમ તરફથી 11 પ્રથમ શ્રેણીની મેચોમાં 3 સદી અને 2 અડધી સદીની મદદથી 686 રન બનાવ્યા છે. આ દરમિયાન દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ઑસ્ટ્રેલિયા, વેસ્ટઇન્ડીઝ અને ન્યૂઝીલેન્ડની એ ટીમો સામે તે રમ્યો છે. ઘરઆંગણાની મેચોમાં પણ તે સતત સારું રમી રહ્યો છે. તેણે 65 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 3798 રન બનાવ્યા છે. આમાં 8 સદી અને 20 અડધી સદીનો સમાવેશ થાય છે. સાથે જ કીપિંગમાં તેણે 223 કેચ અને 27 સ્ટમ્પિંગ કર્યા છે. ભરત પણ વેસ્ટઇન્ડીઝ-એ સામે ઇન્ડિયા-એની ટીમમાં સામેલ છે.

 2012માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતુ

કેએસ ભરતનું પુરુ નામ કોના શ્રીકર ભરત છે. તેણે 2012માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતુ. ત્યારબાદ તે સતત બેટિંગ અને વિકેટકીપિંગમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે. સાહાની વધી રહેલી ઉંમરનાં કારણે તે લાંબો સમય રમશે તે સંભવ નથી. આવામાં પંતની સાથે ભરતને પણ ટીમ ઇન્ડિયામાં જગ્યા મળે છે તો ભારતીય ટીમમાં એક સમયે બે યુવા વિકેટકીપર તૈયાર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન