this-winter-make-Manchurian-soup
  • Home
  • Featured
  • ઠંડીથી બચવા ખુબજ ટેસ્ટી અને સ્વાસ્થ્યપ્રદ ગરમારગમ મન્ચુરીયન સૂપ બનાવો

ઠંડીથી બચવા ખુબજ ટેસ્ટી અને સ્વાસ્થ્યપ્રદ ગરમારગમ મન્ચુરીયન સૂપ બનાવો

 | 11:42 am IST

શિયાળો આવતાની સાથે જ આપણને ગરમાગરમ ખાવાની ઈચ્છા થતી હોય છે. આ સમય છે ટેસ્ટી અને સાથે સાથે આખુ વર્ષ જાળવી શકાય તેવું હેલ્ધી રહેવાનો તો આ સમયે તમે પણ તમારા પરિવારના લોકોને ગરમારગમ સૂપ પિવડાવી ભૂખ ભાંગી સ્વાસ્થ્ય બનાવો. અમે આજે લઈને આવ્યા છીએ ખુબજ પ્રખ્યાત મન્ચુરીયન સુપ. આ સૂપ નાના મોટા સૌને ભાવે છે અને ખાસ શિયાળામાં વધારે પીવામાં આવે છે. તો આજે જણાવીશુ આ સૂપની રેસિપી.
મન્ચુરીયન સૂપ બનાવવા જોશે સામગ્રી

1 કપ કોબીજ, ગાજર, કેપ્સીકમ, 1 ચમચી લીલું લસણ, 1 ચમચી આદું-લસણની પેસ્ટ, 2 લીલા મરચા ઝીણા કાપેલા, 10 નંગ નાના મનચ્યુંરીયન, 2 કપ વેજીટેબલ સ્ટોક, 1 લીલી ડુંગળી
2 ચમચી સોયા સોસ, 2 ચમચી ચીલી સોસ, 1 ચમચી વિનેગર, 1 ચમચી કોર્નફલોર, 2 ચમચી તેલ, મરી પાવડર, મીઠું સ્વાદ અનુસાર

મન્ચુરીયન સૂપ બનાવવાની રીત:

એક બાઉલમાં થોડું પાણી લઈ, તેમાં ચીલી સોસ, સોયા સોસ, વીનેગર અને કોર્નફલોર મિક્સ કરવું. એક તપેલીમાં તેલ ગરમ કરી આદું-લસણની પેસ્ટ નાખી સાંતળો પછી તેમાં લીલા મરચા, કોબીજ, ગાજર, લીલી ડુંગળી અને કેપ્સીકમ નાંખો, મીડીયમ ફ્લેમ પર 2 મિનિટ સાંતળો, પછી તેમાં વેજીટેબલ સ્ટોક અને 1 કપ પાણી નાંખી ઉકાળો, ઉકળે એટલે તેમાં કોર્નફલોરવાળું પાણી અને મનચ્યુંરીયન ઉમેરો, મિક્સ કરી મીડીયમ ગેસ પર હલાવતા રહો, મીઠું અને મરી પાવડર મિક્સ કરો, સૂપને સર્વિંગ બાઉલમાં કાઢી ગરમા ગરમ સર્વ કરો

આ સૂપને તમે સાંજના સમયે સવારે લઈ શકો છો. આ સૂપ પીવાથી ઠંડીમાં રાહત મળે છે. ગરમી તેમજ તાપમાન જળવાયેલુ રહેતા સારૂ લાગે છે તો રાહ કોની જૂઓ છો તમે પણ બનાવો આ ટેસ્ટી મન્ચુરીયન સૂપ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન