This wonderful Hindu Apologies mantra can destroy even the greatest sinner
  • Home
  • Astrology
  • મોટામાં મોટા પાપીના પણ પાપ નષ્ટ કરી શકે છે આ અદ્બુત મંત્રનો જાપ

મોટામાં મોટા પાપીના પણ પાપ નષ્ટ કરી શકે છે આ અદ્બુત મંત્રનો જાપ

 | 9:44 am IST

ઘણા લોકો તેમની ઇચ્છાઓની પૂર્તિ માટે તો કોઇ મનની શાંતિ માટે ભગવાનની પૂજા-અર્ચના કરે છે. તેમાથી ઘણા લોકો એવા પણ છે જે પૂજા-પાઠથી દૂર રહે છે. કોઇની પાસે સમય નથી હોતો તો કેટલાક લોકો બહાના કરે છે કે તે આ પૂજા-પાઠથી અજાણ છે. પરંતુ જણાવી દઇએ કે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં દરેક ઇશ્વરનું સ્મરણ કરવું આવશ્યક માનવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે પ્રત્યેક વ્યક્તિ તેમના જીવનમાં જે પણ હાંસલ કરી શકે છે જેમા તેમની જેટલી મહેનક હોય છે એટલી જ ભગવાનની કૃપા સામેલ હોય છે. કારણકે પરમાત્માના આશીર્વાદ વગર કોઇ વ્યક્તિ એ વસ્તુ હાંસલ કરી શકશે નહીં જેનું તેને બાળપણથી સપનું જોયું હતું.

જો તમે પણ તમારી વ્યસ્ત લાઇફને લઇને થોડોક સમય ભગવાનની પૂજામાં ફાળવશો તો નિશ્ચિત સફળતા મળશે. પરંતુ જો તમે એવા લોકોની ગણતરીમાં આવો છો કે પૂજા અર્ચના કરવા છતા પણ તેનું ફળ મળતું નથી તો તમને જણાવી દઇએ કે પૂજામાં કરવામાં આવેલી નાની ભૂલ પણ તેનું કારણ હોય શકે છે.

તમે વિચારો છો કે પૂજા કરવા છતા સફળતા મળતી નથી, તો શુ કરવું જોઇએ. તમને જણાવી દઇએ કે શાસ્ત્રોમાં પ્રાર્થના, સ્નાન, ધ્યાન, ભોગના મંત્રોની જેમજ ક્ષમાયાચનાના મંત્ર પણ જણાવ્યા છે. કહેવામાં આવે છે કે જ્યારે આપણે આપણી ભૂલો માટે ભગવાન પાસે માફી માંગીએ છીએ ત્યારે પૂજા પુરી થાય છે. ક્ષમા સૌથી મોટો ભાવ છે. તે આપણા અહંકારને ઓછો કરે છે.

ક્ષમા યાચના મંત્ર

आवाहनं न जानामि न जानामि विसर्जनम्। पूजां चैव न जानामि क्षमस्व परमेश्वर॥
मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनार्दन। यत्पूजितं मया देव! परिपूर्ण तदस्तु मे॥

મંત્રનો અર્થ

હે પરમેશ્વર, હું તમને ન તો બોલાવવા અંગે જાણું છું અને ન તો વિદાય કરવા અંગે જાણું છું. વિધિવત તમારી પૂજા કરવા અંગે પણ નથી જાણતો. મારા ગુનાઓ માટે મને માફ કરો. મને ન મંત્ર યાદ કે ન ક્રિયા તથા હું તમારી ભક્તિ કરવા અંગે પણ જાણતો નતી. છતા પણ મારી ક્ષમતા પ્રમાણે પૂજા કરું છું. કૃપા કરીને મારી ભૂલની માફી આપી મને અજ્ઞાની પૂજાને પૂર્ણતા પ્રદાન કરો. મને માફ કરી મારા અહંકારને દૂર કરો.

આ પણ જુઓ : સૂરેન્દ્રનગર રતનપર ગામથી ‘સંદેશ ન્યૂઝ’નો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન