This work done at the main gate of the house at dusk
  • Home
  • Astrology
  • સાંજના સમયે ઘરના મુખ્ય દ્વારે કરીલો બસ આ કામ, ચુંબકની જેમ ખેંચાઈ આવશે સમૃદ્ધિ

સાંજના સમયે ઘરના મુખ્ય દ્વારે કરીલો બસ આ કામ, ચુંબકની જેમ ખેંચાઈ આવશે સમૃદ્ધિ

 | 2:39 pm IST

હાલ સમગ્ર દુનિયામાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. દેશમાં હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. 21 દિવસના આ લોકડાઉનમાં આપણી આસપાસ પોઝિટિવ એનર્જીનું વાતાવરણ જળવાઈ રહે તે માટે આપણે સૌએ સાથે મળીને પ્રયાસ કરવા રહ્યા.
આપણા સનાતન ધર્મમાં દીપ પ્રાગટ્યનું વિશેષ મહત્વ દર્શાવાયુ છે. સનાતન ધર્મમાં માનનારા લોકોના ઘરમાં સવારે અને સાંજે દીવો કરવામાં આવે છે.

ઘરમાં મોટાંઓ કે વૃદ્ધો કહે છે કે જે ઘરમાં દીવો કરવામાં આવે છે ત્યાં અંધકાર નથી હોતો. સુખ સમૃદ્ધિ કાયમી નિવાસ કરે છે. તેને લીધે ઘરના સભ્ય અંધકારથી પ્રકાશ તરફ આગળ વધતાં રહે છે. શુભ શક્તિઓને જલતો દીવો ચુંબકની જેમ પોતાની તરફ ખેંચે છે.

પુરાતન સમયમાં તો કેવળ માટીના પાત્રમાં જ દીવો કરવામાં આવતો હતો પણ હવે જુદી જુદી ધાતુઓમાંથી બનેલી દીવીમાં દીવો કરવામાં આવે છે. દીવો કરવા પાછળ માત્ર ધાર્મિક જ નહિં પણ વૈજ્ઞાનિક કારણ પણ છે. જ્યારે ઘરમાં શુદ્ધ ઘી અથવા સરસવના તેલનો દિવો કરવામાં આવે છે. એના ધુમાડાથી ઘરમાં સાત્વિકતા આવે છે. આસપાસ રહેલા હાનિકારક કણોનો પણ નાશ થાય છે.

તેલથી કરવામાં આવેલા દીવાનો પ્રભાવ દીવો બુઝાઈ ગયા પછી અડધા કલાક સુધી વાતાવરણમાં રહે છે. ઘીનો દીવો બુઝાઈ ગયા પછી લગભગ ચાર કલાક સુધી પોતાની ચારે બાજુ સકારાત્મકતાનું વાતાવરણ રાખે છે. દીવાની જ્યોતને પૂર્વ દિશામાં રાખવી, એનાથી વ્યક્તિને દીર્ધ જીવન મળે છે જ્યારે દીવાની જ્યોત ઉત્તર દિશા તરફ રાખવામાં આવે તો ઘરમાં ધન અને પ્રસન્નતા વધે છે.

આ જ કારણોસર સંધ્યાટાળે દીવો કરવામાં આવે છે. જેથી સૂર્યાસ્ત થયા બાદ નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશી શકતી નથી. કોઈપણ મંત્રજાપ કરતી વખતે દીવો અચૂક પ્રગટાવો. દીવાની સાક્ષીએ કરેલો મંત્રોચ્ચાર અનેક ગણું પુણ્ય આપે છે.

આ વીડિયો જુઓ: ભજન થકી ભાવથી ભજીએ મા કુષ્માંડાને

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન