This year, the government earned Rs 3.72 lakh crore from petrol diesel
  • Home
  • Business
  • પેટ્રોલ-ડીઝલની એક્સાઇઝ વધારાથી સરકારની આવકમાં અધધ વધારો

પેટ્રોલ-ડીઝલની એક્સાઇઝ વધારાથી સરકારની આવકમાં અધધ વધારો

 | 11:14 pm IST
  • Share

  • કેન્દ્ર સરકારને પેટ્રોલમાં લિટરે 27.90 રૂપિયા એક્સાઇઝ મળે
  • તેમાંથી રાજ્યોને બેઝિક 1.40 રૂપિયા મળે
  • આ વર્ષે સરકારે 3.72 લાખ કરોડ રૂપિયાની આવક કરી

કેન્દ્ર સરકારે એક્સાઇઝ કરમાં વધારો કરીને ગયા વર્ષ કરતાં ડબલ આવક રળી લીધી હોવાનું નાણાવિભાગે રાજ્યસભામાં પુછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું છે. 2020-21ના કોરોનાકાળમાં કેન્દ્ર સરકારની પેટ્રોલ-ડીઝલ એક્સાઇઝની આવક ગયા વર્ષના 1.78 લાખ કરોડથી ડબલ થઈને 3.72 લાખ કરોડ રૂપિયાએ પહોંચી ગઈ છે. વધુમા નાણાવિભાગે જણાવ્યું કે તેમાંથી 20,000 કરોડ રૂપિયા રાજ્યોને આપવામાં આવ્યા છે.

નાણાખાતાના મિનિસ્ટર ઓફ સ્ટેટ પંકજ ચૌધરીએ જણાવ્યું કે, એક્સાઇઝની આવકમાં વધારો મુખ્યત્વે પેટ્રોલ-ડીઝલ પર ટેક્સના દર વધારવાના કારણે થયો છે. 2020-21માં સેન્ટ્રલ એક્સાઇઝ કરની આવકમાંથી 19,972 કરોડ રૂપિયા રાજ્યોને ચૂકવવામાં આવ્યા છે. 2019માં પેટ્રોલ પર લિટરે 19.98 રૂપિયા અને ડીઝલ પર લિટરે 15.83 રૂપિયા એક્સાઇઝ હતી. તે 2020માં વધારીને પેટ્રોલ પર 32.98 અને ડીઝલ પર 31.83 રૂપિયા કરવામાં આવી હતી. તે આ વર્ષના બજેટમાં પેટ્રોલના 32.90 અને ડીઝલના 31.80 રૂપિયા કરવામાં આવી હતી.

દેશમાં છૂટક ચીજવસ્તુઓના ભાવ રેકોર્ડ તોડીને આકાશે પહોંચી જતાં સરકારે નવેમ્બરની શરૂઆતમાં પેટ્રોલમાં લિટરે પાંચ રૂપિયાનો અને ડીઝલમાં લિટરે 10 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.અત્યારે પેટ્રોલ ઉપર લિટરે 27.90 રૂપિયા અને ડીઝલમાં લિટરે 21.80 રૂપિયા એક્સાઇઝ કર લગાવવામાં આવે છે. તેમાંથી રાજ્યોને બેઝિક એક્સાઇઝ કર જ કેન્દ્ર સરકાર આપે છે. પેટ્રોલમાં બેઝિક એક્સાઇઝ કર લિટરે 1.40 રૂપિયા છે! તેની ઉપર સ્પેશિયલ એક્સાઇઝ કર 11 રૂપિયા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ 13 રૂપિયા, ખેતી માળખાના વિકાસના 2.50 રૂપિયા પણ વસૂલ કરવામાં આવે છે.

પાંચ વર્ષની એક્સાઇઝ કરની આવક

  • 2016-17 2.22 લાખ કરોડ રૂપિયા
  • 2017-18 2.25 લાખ કરોડ રૂપિયા
  • 2018-19 2.13 લાખ કરોડ રૂપિયા
  • 2019-20 1.78 લાખ કરોડ રૂપિયા
  • 2020-21 3.72 લાખ કરોડ રૂપિયા

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો