This Young Man Can Write Ramkatha and Hanuman Chalisa In Vertically
  • Home
  • Bhavnagar
  • ગોંડલનાં યુવાન પાસે છે અદ્ભુત કળા, ઊંધી રીતે રામકથા અને હનુમાન ચાલીસા લખવામાં માહેર

ગોંડલનાં યુવાન પાસે છે અદ્ભુત કળા, ઊંધી રીતે રામકથા અને હનુમાન ચાલીસા લખવામાં માહેર

 | 10:06 pm IST

ગોંડલ તાલુકાનાં રીબડા ગામનાં ગિરાસદાર યુવાન રામકથા તેમજ હનુમાન ચાલીસા ઊંધી લખવામાં માહેર છે. તેઓ ગુજરાતી, હિંદી તેમજ અંગ્રેજી ભાષામાં તેઓ રામકથા અને હનુમાન ચાલીસા ઉંધી રીતે લખી શકવાની કૌશલ્યતાને ગુરુનાં આશિષ માની રહ્યા છે.

રીબડાનાં રહેવાસી ખેતીવાડી તેમજ ગોંડલ પાસે રાજારામ હોટલ ચલાવતા સર્વજીતસિંહ શત્રુઘ્નસિંહ જાડેજા (ઉંમર વર્ષ 34) હિન્દી, ગુજરાતી કે અંગ્રેજી ભાષામાં રામકથા અને હનુમાન ચાલીસા ઊંધી લખવામાં માહિર છે. તેઓ દ્વારા ઊંધી રીતે 47 જેટલી બૂક લખવામાં આવી છે જેના આશરે પેજ 4772 થાય છે અને તાજેતરમાં જ તેઓ દ્વારા ઊંધી લિપિના લખાણ વાળી બુક પ્રિન્ટ કરાવી પૂજ્ય હરિચરણદાસજી મહારાજના હસ્તે વિમોચન કરવામાં આવી હતી.

તેઓની આ સિદ્ધિને સર્વજીતસિંહ ધોરાજી સ્થિત ચૈતન્ય હનુમાનજી મંદિર પંચદર્શન નામ અખાડાનાં ગુરૂ પૂજ્ય લાલુગીરી બાપુનાં આશીર્વાદ ગણી રહ્યા છે તેઓની પ્રેરણાથી જ તેઓનાં લેખન શૈલીમાં વૃદ્ધિ થવા પામી છે. હાલ તેઓ માત્ર એક જ કલાકમાં હનુમાન ચાલીસા ઊંધી રીતે લખી શકે છે. સર્વજીતસિંહને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે પિતાની આ અનોખી સિદ્ધિ થી તેઓ પણ રોમાંચિત છે.

આ વિડીયો પણ જુઓ: સુરતમાં રૂ.1.70 કરોડની છેતરપિંડી સામે આવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન