Those wearing masks for a long time may have to face it
  • Home
  • Fashion & Beauty
  • લાંબા સમય સુધી માસ્ક પહેરવાથી ચહેરા પર થઈ શકે છે સ્ટ્રૈચ માર્ક્સ, જાણો વધુ

લાંબા સમય સુધી માસ્ક પહેરવાથી ચહેરા પર થઈ શકે છે સ્ટ્રૈચ માર્ક્સ, જાણો વધુ

 | 6:06 pm IST

માસ્ક પહેરવું એ કોરોના વાયરસથી બચવા માટેનો સૌથી મોટો ઉપાય છે. કોરોના વાયરસથી બચવા માટે વારંવાર હાથ ધોવા, માસ્ક પહેરવું એ એક ઉપાય છે. કોરોના વાયરસના કારણે લોકો લાંબા સમય સુધી માસ્ક પહેરે છે. લાંબા સમય સુધી માસ્ક પહેરવાને કારણે અનેક પ્રકારની ત્વચાની સમસ્યાઓ પણ જોવા મળે છે. જેમ કે ચહેરા પર બર્નિંગ, સ્ક્રેચેસ અને સ્ટેન આવી જાય છે. માસ્ક પહેરવાથી પણ આ સમસ્યાઓ થઈ શકે છે…

લાંબા સમય સુધી માસ્ક પહેરવાથી ત્વચા પર ખંજવાળ, ફોલ્લીઓ અને સ્ટ્રેચ માસ્ક જેવી અનેક ત્વચા સમસ્યાઓ થઈ શકે છે. આ બધી મુશ્કેલીઓ દૂર કરવા શક્ય તેટલું પાણી પીવો. પાણી પીવાથી ત્વચા હાઇડ્રેટેડ રહે છે.

પાણીથી ચહેરા પર બળી રહેલી ઉત્તેજના અને ફોલ્લીઓ દૂર થશે. વધુ પાણી પીવાથી પિમ્પલ્સ પણ દુર થઈ જાય છે.

હેન્ડ વોશ અથવા સેનિટાઈઝર કર્યાં પછી, તમારા ચહેરાને એન્ટી બેક્ટેરિયલ ફેસ વોશથી ધોઈ લો, તે પછી ચહેરા પર વેસેલિન લગાવો. આ ચહેરા પર પડેલા સ્ટ્રૈચ માર્કને હળવા બનાવી શકે છે.

માસ્ક લગાવતા પહેલા તમારી ત્વચાને સારી રીતે સાફ કરો અને ઓઇલ ફ્રી ક્રીમનો ઉપયોગ કરો. ઓઇલ ફ્રી કેમનો ઉપયોગ કરવાથી ચહેરા પર પરસેવો ઓછો થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન