Those who paid interest took the life of the young man, made a video before dead
  • Home
  • Gujarat
  • વ્યાજંકવાદે લીધો યુવાનનો જીવ, આત્મહત્યા પહેલા બનાવ્યો વીડિયો

વ્યાજંકવાદે લીધો યુવાનનો જીવ, આત્મહત્યા પહેલા બનાવ્યો વીડિયો

 | 5:16 pm IST

ખેડા જિલ્લામાં વ્યાજખોરોનો આતંક ક્યારેય થોભ્યો નથી. રાત હોય કે દિવસ લોકો વ્યાજખોરોના ત્રાસથી મોતને વ્હાલું કરી રહ્યા છે પહેલા રાજકોટ, અમદાવાદમાં થતું હતું હવે આવી ઘટનાઓ ખેડા જિલ્લામાં ઘટી રહી છે.

મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ગામમાં જયદીપસિંહ બળવંતસિંહ મકવાણા (ઉ.૩૦) પોતાના પરિવાર સાથે રહેતો હતો. જયદીપસિંહ ખાત્રજ ચોકડી પાસે સમોસાની દુકાન ચલાવી પોતાના કુંટુંબનું ભરણપોષણ કરતો હતો. તેણે દુકાન ચલાવવા માટે મહેમદાવાદ તથા ખાત્રજના વ્યાજખોરો પાસેથી વ્યાજે નાણાં લીધા હતા. તેના માથે દેવુ વધી ગયું હતું. વ્યાજખોરો જયદીપસિંહ પાસે વાંરવાર વ્યાજ તથા મૂડીની માંગણી કરતાં હોય તે માનસિક રીતે ત્રસ્ત થઇ ગયો હતો. જેથી જયદીપસિંહે બુધવારે સાંજના સમયે પોતાની દુકાનમાં ગળાફાંસો ખાઇ જિંદગીનો અંત આણ્યો હતો.

જયદીપે 8 માથાભારે લોકો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. કેટલા રૂપિયા વ્યાજે લીધા હતા તેની કોઈ વિગત સામે નથી આવી પરંતુ 10 ટકે વ્યાજે લીધા હતા. તે વાત પાકી છે. જયદીપને એવું હતું સમોસા લારી સારી ચાલશે એટલે પૈસા પાછા આપી દઈશ. પરંતુ તેનું આ ગણિત ખોટું પડ્યું .જે વ્યાજખોરો પાસેથી રૂપિયા વ્યાજે લીધા હતા, તે તમામ વ્યાજખોરોએ થોડા સમય પૈસા આપી દેવાનું જણાવ્યું પરંતુ જયદીપ પાસે મૂડી તો ઠીક વ્યાજના પૈસા પણ ન હતા આ માટે વ્યાજખોરો તેને ત્રાસ આપતા હતા.

અંતે વ્યાજખોરોથી કંટાળીને જયદીપે ગળે ફાસો ખાઈ આપઘાત કર્યો હતો. આત્મહત્યા કરનાર જયદીપસિંહ મકવાણા પાસે વ્યાજખોરોની ઉઘરાણી ખૂબ જ વધી ગઇ હતી. જેના ત્રાસથી ત્રસ્ત થઇને આ અંતિમ પગલું ભરવાનો નિર્ણય લીધો હતો. સુસાઇડ કરવાની એક મિનિટ પહેલા જ જયદીપસિંહે એક વીડિયો પણ બનાવ્યો હતો. તેમજ આ વીડિયોમાં તેણે વ્યાજખોરના નામ ફોન નંબર સાથે સુસાઇડ નોટ લખ્યા હતા, જયદીપે આપઘાત કરતા પહેલા તેનો વીડિઓ બનવ્યો અને તેમાં તેને કહ્યું કે, મેં જે આ કાગળમાં જે ભાઈ ઓ નામ લખ્યા છે તેમનાથી કંટાળીને આ પગલું ભરું છું આત્મહત્યા કરી રહ્યો છું જયદીપે જે સુસાઇડ નોટ લખી છે તેમ 8 વ્યાજખોરો ત્રાસ વર્ણવ્યો છે. આ બનાવની જાણ પરિવારજનોને થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ અંગે મહેમદાવાદ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પરિવારે વ્યાજખોરો સામે કાર્યવાહીની માગ કરી પોલીસે આ આઠેય શખ્સો ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ વીડિયો પણ જુઓ : રાજ્યસભાના ઉમેદવારોને લઇને ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન