નર્મદા પરિક્રમામાં ધોમધખતા તાપમાં ઉમટી જનમેદની - Sandesh
  • Home
  • Baroda
  • નર્મદા પરિક્રમામાં ધોમધખતા તાપમાં ઉમટી જનમેદની

નર્મદા પરિક્રમામાં ધોમધખતા તાપમાં ઉમટી જનમેદની

 | 2:46 pm IST

કહેવાય છે કે ગંગામાં નાહીએ ત્યારે પાપ ધોવાય છે. જ્યારે યમુનામાં આચમન કરીએ ત્યારે પાપ ધોવાય છે. પણ નર્મદાના નામ કે દર્શન માત્રથી જ તમામ પાપ ધોવાય જાય છે. અમરત્વને પામેલી નર્મદા એ ગુજરાતીઓની જ નહિં  પણ ભારતભરના લોકોની આસ્થાની પ્રતિક રહી છે. નર્મદામાં ચાલી રહેલી ઉત્તરવાહીની પરિક્રમામાં હાલમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. જો કે તંત્ર દ્વારા કોઈ સુવિધા ઉપલબ્ધ નહિં કરાવાતા લોકોમાં રોષ પણ જોવા મળ્યો છે.

નર્મદામાં ઉત્તરવાહીની પરિક્રમામાં 41 ડિગ્રી તાપમાનમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. આ ધોમધખતા તાપમાં પરિક્રમા દરમિયાન 10થી વધું લોકો બેભાન થઈ ગયા હતા. આમછતાં તંત્ર દ્વારા કોઈ સુવિધા ઉપલબ્ધ નહિં કરાવાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ઉત્તરવાહીની પરિક્રમામાં જોડાયેલા અમરેલીથી આવેલા એક પરિવારનું કહેવું છે કે ઉત્તરવાહીની પરિક્રમામાં પોલીસ સિક્યોરિટી પણ મુકવામાં આવી નથી. કોઈ સુવિધા ન હોવાને કારણે ધક્કામુક્કીના દ્રશ્યો પણ સર્જાયા હતા. આકરા તાપમાં 10થી વધું લોકો બેભાન થઈને ઢળી પડ્યા હતા. છતાં તેમને માટે સરકાર દ્વારા 108ની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાયી નહોતી.

તંત્ર દ્વારા પરિક્રમા વાસીઓ માટે કોઈ સુવિધા નહીં હોવા છતાં હજ્જારોની સંખ્યામાં લોકોએ ચૈત્રી મહિનામાં ઉત્તરવાહીની પરિક્રમામાં ભાગ લીધો હતો. અને માતા નર્મદાની પરિક્રમા કરી હતી.