Thousands of farmers' agitation reached Delhi, the government accepted 5 demands
  • Home
  • Featured
  • દિલ્હી પહોંચેલા હજારો ખેડૂતોનું આંદોલન સમાપ્ત, સરકારે 5 માગ સ્વીકારી

દિલ્હી પહોંચેલા હજારો ખેડૂતોનું આંદોલન સમાપ્ત, સરકારે 5 માગ સ્વીકારી

 | 5:42 pm IST

ખેડૂતો અને શ્રામિકોની સમસ્યાઓ લઈ ઉત્તર પ્રદેશના સહારનપુરથી દિલ્હી સુધી પદયાત્રા કરી રાજધાની પહોંચેલા હજારો ખેડૂતો અને શ્રામિકોની 15માથી પાંચ માગણી કેન્દ્ર સરકારે સ્વીકારી લેતાં ખેડૂતોએ આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. શનિવારે દિલ્હી પહોંચેલા ખેડૂતોના 11 સભ્યોના પ્રતિનિધિમંડળે કૃષિ ભવન ખાતે મંત્રાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરી પોતાની માગણીઓનું આવેદનપત્ર રજૂ કર્યું હતું. અધિકારીઓએ પાંચ માગણીઓ સ્વીકારી તાત્કાલિક ઘટતું કરવાનું આશ્વાસન આપતાં ખેડૂતોએ આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી.

શનિવારે હજારો ખેડૂતોએ દિલ્હીમાં પ્રવેશવાનો પ્રયાસ કરતાં તેમને રાજધાનીની સરહદ પર જ સુરક્ષા દળો દ્વારા અટકાવી દેવાયાં હતાં. જેના પગલે ખેડૂતોએ રાજધાનીની બહાર સડકો ચક્કાજામ કરી ધરણા શરૂ કરી દીધાં હતાં. ખેડૂતોએ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી કે, સરકાર તેમની માગણીઓ સ્વીકારે અથવા તેમને કિસાન ઘાટ ખાતે કૂચ કરી જવાની પરવાનગી આપવામાં આવે. ત્યારબાદ ખેડૂતોના પ્રતિનિધિમંડળના 11 સભ્યોને દિલ્હી પોલીસ દ્વારા કૃષિ મંત્રાલય લઈ જવાયાં હતાં. જ્યાં તેમણે ખેડૂતોની માગણીઓનું આવેદનપત્ર રજૂ કર્યું હતું.

શનિવારે નોઇડાના ટ્રાન્સપોર્ટ નગર ખાતેથી હજારો ખેડૂતોએ દિલ્હી કૂચનો પ્રારંભ કર્યો હતો. પરંતુ પોલીસે તેમને નેશનલ હાઇવે 24 પર ગાઝીપુર નજીક જ અટકાવી દીધાં હતાં. ખેડૂતોને આગળ વધતાં અટકાવવા મોટી સંખ્યામાં દિલ્હી પોલીસ, અર્ધલશ્કરી દળોના જવાનોને રાયૉટ ગિયર્સ સાથે તહેનાત કરી દેવાયં હતાં. ખેડૂતોએ શાંતિપૂર્ણ રીતે સડકો પર જ બેસીને ધરણા શરૂ કરી દીધાં હતાં.

ખેડૂતોની દિલ્હી કૂચના કારણે શનિવારે દિલ્હીની ઘણી સડકો પર ચક્કાજામ જોવા મળ્યો હતો. દિલ્હીના આરટીઓથી દીનદયાળ ઉપાધ્યાય માર્ગ પર વાહનવ્યવહાર બંધ કરી દેવાયો હતો. તે ઉપરાંત યુપી ગેટથી નિઝામુદ્દીન તરફ જતા માર્ગો પર પણ ચક્કાજામ સર્જાયો હતો.

આ વીડિયો પણ જુઓ ; બનાસકાંઠાના કાંકરેજમાં ધોધમાર વરસાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન