Thousands of infections like Covid may pose pandemic risk
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • કોરોના જેવાં લક્ષણો ધરાવતી હજારો સંક્રમક બીમારીઓ આગામી રોગચાળાનો સંકેત આપે છે 

કોરોના જેવાં લક્ષણો ધરાવતી હજારો સંક્રમક બીમારીઓ આગામી રોગચાળાનો સંકેત આપે છે 

 | 8:00 am IST
  • Share

જો તમે માનતા હોવ કે કોરોના વાઇરસ પૃથ્વી ઉપરનો છેલ્લો રોગચાળો છે તો તાજેતરનો એક અભ્યાસ તમને આ મુદ્દે પુનઃવિચારણા કરવા મજબૂર કરે છે. આ અભ્યાસ કહે છે કે કોવિડ સાથે સંકળાયેલાં સંક્રમણોથી મોટું જોખમ તોળાઇ રહ્યું છે અને દુનિયાએ વધુ રોગચાળા માટે કમર કસી લેવી પડશે. રોગચાળાના જોખમ ઉપર ભાર આપતાં એક અભ્યાસ અનુસાર ચીન અને દક્ષિણ પૂર્વ એશિયામાં દરેક વર્ષે કોવિડ-૧૯ જેવા લક્ષણો ધરાવતી બીમારીઓ લોકોને અસર કરશે. કોરોના જેવાં લક્ષણો ધરાવતી હજારો સંક્રમક બીમારીઓ આગામી રોગચાળાનો સંકેત આપે છે અને આ બીમારીઓ તેમને જાનવરોથી ફેલાતા કોરોના વાઇરસના કારણે હશે. ઇકોહેલ્થ એલાયન્સ અને સિંગાપોરની ડયૂક એનયુએસ મેડિકલ સ્કૂલના સંશોધનકારો અભ્યાસનો નિષ્કર્ષ આપતાં જણાવ્યું હતું કે દર વર્ષે સરેરાશ ચાર લાખ જેવા સંક્રમણો થતાં હોય છે અને તેમાના મોટાભાગનાની ઓળખ પણ થઇ શકતી નથી કેમ કે તેઓ એકદમ હલકા

ચીનનું નેશનલ હેલ્થ કમિશન કહે છે કે તેણે કોરોના વેક્સિનના બે અબજ કરતાં વધારે ડોઝનું સંચાલન કરી દીધું છે. જો કે ઘરઆંગણે વિકસાવવામાં આવેલી આ વેક્સિનની અસરકારકતા સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે, ખાસ કરીને ડેલ્ટા વેરિઅન્ટ સામે રક્ષણ આપવામાં નબળી પુરવાર થઇ રહી છે.

ચીનનાં શહેરોએ ટ્રાવેલ ર્વોિંનગ ઇશ્યૂ કરી

ચીનના ફ્યુજીયાનમાં કોરોના વકરી રહ્યો છે અને બીજી તરફ આગામી પહેલી ઓક્ટોબરથી આ દેશમાં તહેવારોની શરૃઆત થઇ રહી છે ત્યારે કોરોના વધારે પ્રસરે નહીં તેની સાવચેતી માટે ચીનના વિવિધ શહેરોના સત્તાવાળાઓએ ટ્રાવેલ ર્વોિંનગ ઈશ્યૂ કરી દીધી છે, જો કે સ્ટેટ મીડિયાએ પ્રતિબંધ સામે વિરોધ કર્યો છે.

Sotrovimab કોરોનાના ગંભીર કેસ પર અકસીર સાબિત

સંયુક્ત આરબ અમિરાતમાં કોરોનાના ગંભીર કેસ ઝડપથી સાજા થઇ રહ્યા છે. વિશ્વની લેટેસ્ટ એન્ટિવાઇરલ દવા Sotrovimabનો ઉપયોગ કરીને લોકો મોતને થાપ આપી રહ્યા છે. અબુધાબી સ્વાસ્થ્ય સેવા કંપનીએ જણાવ્યું હતું કે આ દવાએ ઘણા લોકોના ઇલાજમાં મદદ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન