Thousands of People Protests on the streets of Hong Kong
  • Home
  • Featured
  • 1997 બાદ હોંગકોંગમાં ચીન વિરુદ્ધ સૌથી મોટું આંદોલન, જાણો કેમ હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા?

1997 બાદ હોંગકોંગમાં ચીન વિરુદ્ધ સૌથી મોટું આંદોલન, જાણો કેમ હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા?

 | 11:55 am IST

1997માં હોંગકોંગને ચીનને સોંપી દીધા બાદ શહેરમાં મોટાપાયે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ચીનમાં પ્રત્યાર્પણને અનુમતિ આપતી સરકારની યોજનાઓના વિરોધમાં મધ્ય હોંગકોંગમાં હજારોની સંખ્યામાં પ્રદર્શકારીઓએ વિરોધ કર્યો અને બે મુખ્ય રાજમાર્ગોને બંધ કરી દીધા હતા. કાળા કપડાં પહેરીને હજારો પ્રદર્શનકારીઓએ અવરોધક લગાવીને સરકારી કાર્યાલયોની નજીકનાં બે રસ્તાઓ જામ કરી દીધા હતા.

પોલીસે બુધવારે વિધેયક પર ચર્ચાનાં થોડાં કલાકો પહેલાં પ્રદર્શનકારીઓને હટાવવા માટે કાર્યવાહી કરી હતી. હોંગકોંગમાં 100થી વધારે કારોબારીઓનું કહેવું છે કે, તે પ્રદર્શનકારીઓ પ્રતિ એકજૂટતા દર્શાવવા માટે પોતાની કંપનીઓ નહીં ખોલે. શહેરના મોટા વિદ્યાર્થી સંગઠનોએ ઘોષણા કરી છે કે, તે રેલીઓમાં સામેલ થવા માટે કોલેજોમાં અભ્યાસનો બહિષ્કાર કરશે.

આ પહેલાં હોંગકોંગના બેઈજિંગ સમર્થક નેતાએ ચીનમાં પ્રત્યાર્પણ કરવાની વિવાદિત યોજનાને પરત લેવાનો સાફ ઈન્કાર કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, હોંગકોંગના ચીન સમર્થક નેતા એક વિધેયક પર જોર આપી રહ્યા છે, જેમાં આરોપીઓ પર કેસ ચલાવવા માટે તેમને ચીનને પ્રત્યાર્પિત કરવાનું પ્રાવધાન છે.

હોંગકોંદમાં આ વિધેયક વિરુધ્ધ રવિવારે વ્યાપક પ્રદર્શન થયું. જે હોંગકોંગમાં વર્ષ 1997 બાદ અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન હતું. તેમાં 10 લાખથી વધારે લોકોએ ભાગ લીધો હતો. આ પહેલાં વર્ષ 1997માં ચીનને સોંપવાના સમયે સૌથી મોટું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ વચ્ચે અમેરિકાએ આરોપીઓને ચીનમાં પ્રત્યાર્પિત કરવાના હોંગકોંગના કાનૂનોમાં પ્રસ્તાવિત સંશોધનને લઈ ચિંતા વ્યક્ત કરી છે. અને ચેતાવણી આપી છે કે, આ પ્રકારના પગલાંથી ક્ષેત્રની સ્વાયત્તતાને નબળી કરી શકે છે. અને તે માનવાધિકારોના સંરક્ષણ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. સંશોધિક કાનૂન હેઠળ આરોપીઓને પ્રત્યાર્પિત કરી શકાશે, જેઓ દોષિત સાબિત થતાં તેઓએ સાત વર્ષ અથવા તેનાથી વધારે જેલની સજાનું પ્રાવધાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન