નેતાની જોહુકમીથી મોટી રોહતળ છતે પાણીએ તરસ્યું - Sandesh
  • Home
  • Bhuj
  • નેતાની જોહુકમીથી મોટી રોહતળ છતે પાણીએ તરસ્યું

નેતાની જોહુકમીથી મોટી રોહતળ છતે પાણીએ તરસ્યું

 | 2:00 am IST

ભુજ તાલુકાના ખાવડા પંથકની રતડિયા ગ્રામપંચાયતના મોટી રોહતળ ગામમાં ચૂંટણીના વેરઝેરમાં લોકોને છતે પાણીએ તરસ્યા રહેવાનો વખત આવ્યો છે. જિલ્લા પંચાયતની ચૂંટણી હારી ગયેલા એક ઉમેદવાર બળજબરીથી ગામમાં પાણી પહોંચવા નહીં દેતા હોવાની રાવ જિલ્લા કલેક્ટર સમક્ષ કરવામાં આવી છે.

ગ્રામજનોએ કરેલી રજૂઆત મુજબ અંદાજે ૧૨૦૦ની માનવ વસ્તી અને ૫૦૦ જેટલંુ પશુધન ધરાવતું મોટી રોહતળ ગામના લોકો આજકાલ વિચિત્ર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. એક રાજકીય પક્ષમાં હોદ્દો ધરાવતા મહાશયને ગત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અહીંથી તેમના હરીફને લીડ મળી હતી. આ બાબતનો ખાર રાખી તે મહાશયે ગામના મોડાણી વાસ, વાગાણી વાસ, કાનાણી વાસ, મલુક વાસ અને ભોજાણી વાસમાં પાણી ન પહોંચે તેવો ખાસ પ્રબંધ કર્યો છે. બિન અધિકૃત રીતે વાલ્વ બંધ કરી અહીંના ટાંકા તથા અવાડામાં પહોંચતું પાણી બંધ કરી નાખ્યંુ છેે. તેમજ પાણીના ટાંકા બનાવી બધંુ જ પાણી અહીં ભરી રાખે છે.

છેલ્લા છ માસથી ગ્રામજનો આ પ્રકારની દાદાગીરી સહન કરવા સાથો સાથ તંત્રમાં પણ રજૂઆત કરી ચુક્યા છે. અત્યાર સુધી તેનું કાંઈ જ પરિણામ આવ્યું નથી. વગદાર શખસની જોહુકમી સહન કરતા લોકો બાંડી ડેમમાં પાણી હતું એટલે ત્યાંથી વ્યવસ્થા કરતા હતા. હાલ વરસાદના અભાવે ડેમ સુકાઈ ગયો હોઈ હવે હાલત ખરાબ થઈ ગઈ છે. જે મામલેે યોગ્ય કાર્યવાહી કરી પીવાનું પાણી મળે તે બાબતે પગલાં લેવા માગ કરી છે.