ધમકીભર્યા ફોન અને મેસેજને લઇ જીજ્ઞેશ મેવાણીએ BJP પર મૂક્યો ધ્રુજાવી દેનારો આરોપ - Sandesh
NIFTY 11,425.15 -45.55  |  SENSEX 37,865.76 +-158.61  |  USD 68.8825 +0.21
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ધમકીભર્યા ફોન અને મેસેજને લઇ જીજ્ઞેશ મેવાણીએ BJP પર મૂક્યો ધ્રુજાવી દેનારો આરોપ

ધમકીભર્યા ફોન અને મેસેજને લઇ જીજ્ઞેશ મેવાણીએ BJP પર મૂક્યો ધ્રુજાવી દેનારો આરોપ

 | 5:10 pm IST

ગુજરાતનાં દલિત નેતા અને વડગામથી ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને સતત જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે. મેવાણીને ફોન પર મેસેજ અને ફોન કરીને ધમકીઓ આપવામા આવી રહી છે. ફોન અને મેસેજ કરીને ધમકીઓ આપનાર પોતાને અંડરવર્લ્ડ ડોન રવિ પુજારી બતાવી રહ્યો છે.

જીજ્ઞેશ મેવાણીએ ટ્વીટ કરીને આ વિશે જાણકારી આપી છે અને કહ્યું છે કે, સતત ત્રીજા દિવસે તેને જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે. સાથે જ જીજ્ઞેશે તેને સરકારી કાવતરૂં પણ ગણાવ્યું છે અને કહ્યું છે કે, તેની મોતથી BJPનું કામ સરળ થઇ જશે.

એક જાણકારી અનુસાર, જીજ્ઞેશ મેવાણીને પ્રથમ ધમકીભર્યો ફેન 6 જુને આવ્યો હતો. જીજ્ઞેશ અનુસાર, પોતે રવિ પુજારીએ ઓસ્ટ્રેલિયાથી તેને કોલ કરીને ગોળી મારવાની વાત કરી હતી. ત્યાર બાદ સતત ત્રીજા દિવસે શુક્રવારે પણ જીજ્ઞેશનાં મોબાઇલ પર ધમકીભર્યો મેસેજ અને કોલ આવ્યો છે.

ખુદ રવિ પુજારી તરીકે પોતાની ઓળખ આપનાર વ્યક્તિ કહ્યું કે,”તે મેસેજ જોયો હું રવિ પુજારી બોલી રહ્યો છું ઓસ્ટ્રેલિયાથી. મેં તને મેસેજ કર્યો છે તે જોઇ લે પછી તને ફોન કરૂ છું.’ જીજ્ઞેશને મોકલેલા મેસેજમાં લખ્યું છે, આ જે પ્રોવોકેટિવ સ્પિચ છે, આપવાનું બંધ કરી દે. નહી તો ઠોકી દઇશ. ઉમર ખાલિદ પણ મારી હિટ લિસ્ટમાં છે. આ મારા તરફથી ચેતવણી છે. માફીયા ડોન રવિ પુજારી.’

જીજ્ઞેશે પોતાના ટ્વીટર હેન્ડલ પર બંન્ને નંબરો શેર કર્યા છે, જે નંબરો પરથી તેને મેસેજ અને કોલ આવ્યા છે. ઉલ્લેખનિય છે કે, સતત બે દિવસોથી જીજ્ઞેશને રવિ પુજારીનાં નામથી ધમકીભર્યા મેસેજ અને ફોન આવી રહ્યા છે.

જીજ્ઞેશે શુક્રવારે આવેલા ધમકીભર્યા કોલ બાદ ટ્વીટ કરીને કહ્યું,’મને મળી રહેલી ધમકીઓ એક સરાકરી કાવતરૂં છે? કારણ કે જો કોઇ રવિ પુજારી મને મારી નાંખે તો ભાજપાનું કામ સરળ થઇ જશે. આંબેડકરવાદી આંદોલન પર હુમલાની આ ચાલ છે’. જોકે, જીજ્ઞેશને મળી રહેલી ધમકીઓનાં પગલે દલિત એક્તા મંચે જીજ્ઞેશ મેવાણીને y કેટેગરીની સુરક્ષા આપવાની માંગ કરી છે.