પતિનો ધંધો બંધ કરાવી દેવાની ધમકી આપી પરિણીતા પર પાશવી બળાત્કાર - Sandesh
  • Home
  • Gujarat
  • પતિનો ધંધો બંધ કરાવી દેવાની ધમકી આપી પરિણીતા પર પાશવી બળાત્કાર

પતિનો ધંધો બંધ કરાવી દેવાની ધમકી આપી પરિણીતા પર પાશવી બળાત્કાર

 | 9:53 am IST

પતિનો ધંધો બંધ કરાવી દેવાની ધમકી આપી કોસાડની પરિણીતા પર સાથી કર્મીએ જ બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે અમરોલી પોલીસમાં ગુનો નોંધાયો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે કોસાડ આવાસમાં રહેતો હનીફ પટેલ સાડી પર સ્ટોન લગાડવાનું કામ કરે છે. હનીફ સાથે કામ કરતી 23 વર્ષીય પરિણીતાનો પતિ આ સ્ટોનનું કામ લાવતો હતો અને કોસાડ નજીક આવેલા ગોડાઉનમાં જ તેઓ સ્ટોન લગાડવાનું કામ કરતા હતા. દરમિયાન હનીફે પરિણીતાને *હું તને પ્રેમ કરું છું, જો તું હા નહિ પાડે તો તારા પતિનો ધંધો બંધ કરાવી દઇશ* એમ કહી ધાકધમકી આપી ગોડાઉનનો દરવાજો બંધ કરી મોઢું દબાવી પરિણીતા પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો.

પરિણીતા સાથે મારપીટ કરી હનીફે કુકર્મ આચર્યુ હતું. પીડિતાએ ફરિયાદ આપતા અમરોલી પોલીસે બળાત્કારનો ગુનો નોંધી હનીફની ધરપકડ કરી હતી.

આ વીડિયો પણ જુઓ: વડોદરામાં ભંગારના ગોડાઉનમાં આગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન