Threats Given To Sushant From Salman Khan Gang Says Sunil Chhaila Bihari
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુશાંતને સલમાન ખાન ગેંગથી મળતી હતી ધમકીઓ, એક મહિનામાં બદલ્યા હતા 50 સિમ કાર્ડ!

સુશાંતને સલમાન ખાન ગેંગથી મળતી હતી ધમકીઓ, એક મહિનામાં બદલ્યા હતા 50 સિમ કાર્ડ!

 | 3:08 pm IST

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં મામલે દરરોજ નવા-નવા દાવા કરવામાં આવી રહ્યા છે. બિહારનાં આ અભિનેતાનાં મોતને ભાઈ-ભત્રીજાવાદ અને બોલીવુડમાં કેટલાક સ્ટાર્સનાં આધિપત્યને જોડીને દેખવામાં આવી રહ્યું હતુ. આ દરમિયાન બિહારનાં લોકગાયક સુનીલ છૈલા બિહારીએ સુશાંત સિંહ રાજપૂત મોત મામલે અભિનેતા સલમાન ખાન પર આરોપ લગાવ્યો છે.

એક મહિનામાં બદલ્યા 50 સિમકાર્ડ!

સુનીલ છૈલા બિહારીએ યૂટ્યૂબ પર વિડીયો શેર કરીને આરોપ લગાવ્યો છે કે સુશાંત સિંહ રાજપૂતને છેલ્લા એક મહિનાથી ધમકીઓ મળી રહી હતી. તેમણે આરોપમાં કહ્યું છે કે છેલ્લા એક મહિનાથી સુશાંત સિંહ રાજપૂત ઘણો ચિંતિત હતો. સતત ધમકીઓ મળવાનાં કારણે સુશાંત સિંહ રાજપૂત પરેશાન હતો. ધમકીઓ એટલી મળી રહી હતી કે તે સતત પોતાના સીમકાર્ડ બદલતો હતો. સુશાંતે એક મહિનામાં લગભગ 50 વાર સિમ કાર્ડ ચેન્જ કર્યું હતુ.

સલમાન ગુંડાઓ મારફતે કોલ કરાવીને ધમકી અપાવતો હતો!

સુનીલ છૈલા બિહારીએ આરોપ લગાવ્યો છે કે સિમ કાર્ડ બદલવા છતા પણ ધમકીઓ મળવાનું બંધ ના થયું. લોકગાયકનો આરોપ છે કે સુશાંતનો દોસ્ત સંદીપ સિંહ દર વખતે નવા સિમ કાર્ડનો નંબર ધમકી આપનારી ગેંગ એટલે કે સલમાન ખાન એન્ડ ગેંગને જણાવી દેતો હતો. ત્યારબાદ સલમાન ખાન ગુંડાઓ મારફતે કોલ કરાવીને ધમકી અપાવતો હતો. આ જ કારણે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી અથવા હત્યા થઈ. આ કેસની સીબીઆઈ તપાસ થવી જોઇએ.

સુશાંતનાં દોસ્ત સંદીપ સિંહ પર પણ લગાવ્યો આરોપ

સુનીલ છૈલા બિહારીનો આરોપ છે કે સંદીપ સિંહ જેવાને લાગે છે કે જ્યાં સુધી સલમાન ખાન, કરણ જોહર, એકતા કપૂર જેવા લોકોનો સાથ નહીં મળે ત્યાં સુધી તેઓ કંઇ નહીં કરી શકે. આ કારણે સંદીપ સુશાંતની તમામ જાણકારી સલમાન ખાન ગેંગને પહોંચાડતો હતો. સુનીલ છૈલા બિહારીએ કહ્યું કે, ‘તેઓ ઇચ્છે છે કે ઇન્ડસ્ટ્રીમાં કોઈ બીજું સુશાંત સિંહ રાજપૂત ના બને. ઇન્ડસ્ટ્રીમાં બહારથી આવતા લોકોએ એક થવાની જરૂર છે અને નેપોટિઝ્મને પ્રોત્સાહન આપતા લોકો વિરુદ્ધ અવાજ ઊંચો કરવો જોઇએ.”

છેલ્લા કેટલાક દિવસથી સતત સિમ કાર્ડ બદલતો હતો સુશાંત

સૂત્રો પ્રમાણે મીડિયામાં પણ સમાચાર આવી ચુક્યા છે કે મુંબઈ પોલીસની પ્રારંભિક તપાસમાં પણ સામે આવ્યું છે કે સુશાંત સિંહ રાજપૂત છેલ્લા કેટલાક સમયથી સતત સિમ કાર્ડ બદલતો હતો. જો કે આના પર અત્યારે કોઈપણ પોલીસ અધિકારીએ કંઇપણ કહેવાની ના કહી દીધી છે. પોલીસનું કહેવું છે કે તપાસ રિપોર્ટ કૉર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ જ આ વાતનો ખુલાસો કરવામાં આવશે. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 5 ડૉક્ટરોની ટીમે પુષ્ટિ કરી છે કે સુશાંત સિંહ રાજપૂતનું મોત ગળે ટૂંપો ખાવાથી થયું છે.

આ વિડીયો પણ જુઓ: વડોદરા- 23 દિવસમાં કોરોનાથી એકપણ મોત નહીં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન