three-and-a-half-lakhs-will-be-providedthree-and-a-half-lakhs-will-be-prov
  • Home
  • Ahmedabad
  • કોટ વિસ્તારના જર્જરિત મકાનના રિપેરિંગ માટે રૂ. સાડા ત્રણ લાખની સહાય અપાશે

કોટ વિસ્તારના જર્જરિત મકાનના રિપેરિંગ માટે રૂ. સાડા ત્રણ લાખની સહાય અપાશે

 | 2:57 am IST

અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં ખાસ કરીને પોળો અને ગામતળના ભાગોમાં જર્જરિત મકાનો છેલ્લા કેટલાંક વર્ષાેથી ભારે સમસ્યા રૂપ બન્યા છે. ત્યારે તેના રિપેરિંગ માટે હાથ ધરાયેલી યોજનાના ભાગરૂપે જર્જરિત મકાનોના માલિકોને રિપેરિંગ માટે રૂ. સાડા ત્રણ લાખ પ્રધાનમંત્રી આવાસ સહાય યોજના હેઠળ સહાય પેટે આપવાનો મ્યુનિ. કોર્પાેરેશને નિર્ણય કર્યાે છે.

દેખીતી રીતે જ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ. સાડા ત્રણ લાખની સહાય ગ્રામ્ય વિસ્તારોમાં માલિકી જમીન પર એટલે કે, અરજદાર જમીનમાલિક હોય તેને જ પાકા આવાસ માટે આપવામાં આવે છે અને આ યોજના ગ્રામ્ય વિસ્તારોમાં સફળ નીવડી છે, ત્યારે હવે શહેરી વિસ્તારોમાં જર્જરિત કે ખંડેર મકાનોના રિપેરિંગ માટે પણ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યાે છે જેનો અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશને કોટ વિસ્તાર માટે અમલ કરી દીધો છે.  મ્યુનિ.કોર્પાેરેશને કોટ વિસ્તારની પોળો, મહોલ્લા સોસાયટી અને ગામતળના ભાગોમાં જ્યાં જ્યાં જર્જરિત કે ખંડેર મકાનો છે તેની એક ખાસ એજન્સી દ્વારા મોજણી કરાવી હતી. જેમાં અંદાજે નવ હજારથી વધુ મકાનો જર્જરિત જણાયા હતાં. આ જર્જરિત મકાનોના રિપેરિંગ માટે અરજીઓ મગાવવામાં આવી હતી. જેમાં તે મકાનના મૂળ માલિક કોણ ? સિટી સરવેમાં મકાનની જમીન કોના નામે છે ? અને મ્યુનિ.પ્રોપર્ટી ટેક્સ ચાલુ વર્ષના ટેક્સ સાથે ભર્યાે છે કે કેમ ? તે અંગેના પુરાવા આ અરજી સાથે રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી. આવા પુરાવા સાથે જર્જરિત મકાનોના મૂળ માલિકોએ અરજી કરી હતી. જેની ચકાસણી કરવામાં આવતા તે સાચા અને નિયમસર પણ જણાયા હતાં.  કોટ વિસ્તાર ખાડિયા, કાલુપુરના ભાજપના મહિલા કોર્પાેરેટર શ્રીમતી ભાવનાબહેન નાયકે મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીમાં આ જર્જરિત મકાનોનો પ્રશ્ન ઉપસ્થિત કરીને એવી માગણી કરી હતી કે, મકાન રિપેરિંગ માટે જેમની અરજી પુરાવાઓ સાથે સ્વીકાર્ય બની છે તેમને રિપેરિંગ માટેની સહાય તાકીદે પૂરી પાડવાની કાર્યવાહી શરૂ કરવી જોઈએ. મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ તાકીદે યોગ્ય કરવાની ખાતરી આપી હતી.  કમિટીની બેઠકમાં ભાજપના સભ્યોએ ડ્રાઈવઈન રોડ, વાસણા એ.પી.એમ.સી. માર્કેટ અને જીવરાજ પાર્ક રોડ પરના મેટ્રો રૂટના બિસમાર રસ્તા ઝડપથી બાંધવા રજૂઆત કરતા કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટે એમ જણાવ્યું હતું કે મેટ્રો કોર્પાેરેશનના સત્તાવાળાઓ સાથે આ પ્રશ્ને ચર્ચા થઈ છે અને તેમણે બિસમાર રોડ તાકીદે રિપેર કરાવવા સહયોગ આપવાની ખાતરી આપી છે. ભાજપના અન્ય એક સભ્યે પશ્ચિમ વિસ્તારમાં ટેન્કર દ્વારા પાણી પૂરું પાડતા ખાનગી એજન્સીઓના ન્યુસન્સ અંગે ઉગ્ર રજૂઆત કરીને પગલાં ભરવાની માગણી કરી હતી.