Three arrested for duping over 1,000 people across India
  • Home
  • Business
  • આ રીતે JIOના નામે 3 ઠગોએ 1000 કરતાં વધુ લોકોને છેતર્યા, લગાવ્યો કરોડોનો ચૂનો

આ રીતે JIOના નામે 3 ઠગોએ 1000 કરતાં વધુ લોકોને છેતર્યા, લગાવ્યો કરોડોનો ચૂનો

 | 8:00 pm IST

જાણીતી મોબાઇલ કંપનીના ફોન કંપની JIOના ટાવર લગાવવાનું જણાવીને દેશભરમાં 1,000 કરતાં વધું લોકો સાથે રૂ. 1.5 કરોડથી વધુની છેતરપિંડી આચરનારા ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હોવાનું બુધવારે પોલીસે જણાવ્યું છે. આ ત્રણ શખ્સોની ઓળખ સંજય કુમાર (28 વર્ષ), સંતોષ કુમાર (29 વર્ષ) અને અર્જુન પ્રસાદ (26 વર્ષ) તરીકે થઈ છે.

પોલીસે જણાવ્યું છે કે, આ ત્રિપુટી લોકો સાથે નકલી વેબસાઇટ મારફતે લોકો સાથે છેતરપિંડી કરતી હતી. જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે ઓછામાં ઓછી 200 વ્યક્તિઓએ સ્વીકાર્યું હતું કે, આરોપીઓએ તેમની સાથે છેતરપિંડી કરી હતી. લોકોને છેતરવા માટે આરોપીઓએ ઇન્ટરનેટ પર એક વેબસાઇટ www.reliancejiotower.net  બનાવી હતી જેમાં મોબાઇલ ફોનના ટાવર લગાવવાની વિગતો દર્શાવવામાં આવી હતી.

જ્યારે લોકો વેબસાઇટ પર મોબાઇલ ટાવર લગાવવા માટેનું ફોર્મ ભરતા કે તરત તેમને ટાવર લગાવવાની મંજૂરી આપતો પત્ર મળતો હતો અને આરોપીઓ સામેવાળા પાસેથી રૂ. 14,413ની રકમ સિક્યુરિટીની તરીકે માગણી કરતા હતા. પરંતુ એક વ્યક્તિએ આ ખાતામાં રકમ જમા કરાવતા તેમને બેન્કનો મેસેજ મળ્યો જેમાં આરોપી અર્જૂન પ્રસાદના ખાતામાં રકમ જમા થઇ છે તેવું જણાવ્યું હતું. ફરિયાદીને શંકા જતા તેમણે આરોપીઓ પાસે રૂપિયા પરત માંગ્યા હતા જે આરોપીઓએ પરત કરવાનો ઇન્કાર કરતાં આ મામલે પોલીસ ફરીયાદ દાખલ થઇ હતી. 

ઘટનાની તપાસમાં દિલ્હી પોલીસના સાયબર સેલે તથાકથિત વેબસાઇટની નોંધાયેલી માહિતી, ઇન્ટરનેટ પ્રોટોકોલ (આઇપી) લોગ્સ, તથા નાણાં વ્યવહારોની વિગતોની તપાસ કરીને તેનું વિશ્લેષણ કર્યું. બૅન્ક એકાઉન્ટમાં નોંધાયેલી લેવડદેવડના વિશ્લેષમ બાદ પોલીસને તેમાં નાણાંના વારંવાર જમા અને ઉપાડના વ્યવહારો થતાં જોવા મળ્યા તથા આ બૅન્ક એકાઉન્ટ ખોટું સરનામુ આપીને ખોલાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું.  

ડીસીપીએ જણાવ્યું હતું કે, બાતમીને આધારે પોલીસે માનેસર તથા ફરિદાબાદના વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા અને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછ દરમિયાન આ સમગ્ર કૌભાંડના સૂત્રધાર સંજયે જણાવ્યું હતું કે તે પોતાની કંપની શરૂ કરવા ઇચ્છતો હતો અને તે માટે એને રૂ. 20 લાખની જરૂર હતી. આથી તેણે નકલી વેબસાઇટ શરૂ કરી હતી. આ ઉપરાંત વેબસાઇટ પર આવતા ગ્રાહકો દ્વારા પૂછવામાં આવે તેવા સંભવિત પ્રશ્નોનું લિસ્ટ પણ તૈયાર કર્યું હતું અને વેબસાઇટ માટે આભાસી નંબરો પણ મેળવ્યા હતા.

ત્યારબાદ, તેમણે સ્થાનિક કલાકારને પૈસા આપીને એ પ્રશ્નોના જવાબ તેના અવાજમાં રેકોર્ડ કર્યા હતા. સંજય પાસે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (આઇટી)નો ડિપ્લોમા છે. તે વર્ષ 2011-14 દરમિયાન એક સોફ્ટવેર કંપનીમાં કામ કરતો હતો. તેણે ભારતની ટેક્નોલોજી સેવાઓ અને કંસલ્ટિંગ આપતી એક પ્રતિષ્ઠિત કંપનીમાં વર્ષ 2015થી 2017 દરમિયાન કામ કર્યું હતું.

આરોપીઓ પાસેથી પોલીસને પાંચ મોબાઇલ ફોન, નવ સિમ કાર્ડ, વિવિધ બૅન્કોના 12 એટીએમ કાર્ડ મળી આવ્યા છે, જેનો ઉપયોગ લોકોને છેતરવા માટે કરવામાં આવતો હતો. આ ઉપરાંત બૅન્કોમાં નવું ખાતું ખોલાવવાથી મળતી એકાઉન્ટ ઓપનિંગ કિટ્સ તથા ચેકબુક્સ પણ મળી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન