Three Bangladeshi and two Indian players under suspension for 'Dirty' celebrity
  • Home
  • Sports
  • Cricket
  • ‘ડર્ટી’ સેલિબ્રેશનના મામલે બાંગ્લાદેશના ત્રણ અને ભારતના બે ખેલાડીઓ સસ્પેન્શન હેઠળ

‘ડર્ટી’ સેલિબ્રેશનના મામલે બાંગ્લાદેશના ત્રણ અને ભારતના બે ખેલાડીઓ સસ્પેન્શન હેઠળ

 | 7:00 am IST

। દુબઇ ।

અંડર-૧૯ વર્લ્ડ કપની ફાઇનલ બાદ થયેલા ડર્ટી સેલિબ્રેશનના મામલે આઇસીસીએ બાંગ્લાદેશના ત્રણ અને ભારતના બે ખેલાડી આકાશસિંહ તથા રવિ બિશ્નોઈ સામે આરોપ લગાવ્યા છે. બાંગ્લાદેશના ત્રણ ખેલાડીઓ મોહમ્મદ તૌહિદ, શમિમ હુસૈન તથા રાકીબુલ હસનને આઇસીસીની આચારસંહિતા હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. ફાઇનલ પૂરી થયા બાદ બાંગ્લાદેશી ખેલાડીઓની હરકતના કારણે બંને ટીમના ખેલાડીઓ વચ્ચે ધક્કામુક્કી થઈ હતી.

આઇસીસીએ જણાવ્યું હતું કે પાંચ ક્રિકેટર ખેલાડીઓ તથા સહાયક સ્ટાફ માટેની આચારસંહિતાના લેવલ-૩નું ઉલ્લંઘન કરવા બદલ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. તેમની ઉપર નિયમ ૨.૨૧ તથા બિશ્નોઈ ઉપર ૨.૫ના ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો છે. તમામે સજા સ્વીકાર કરી લીધી છે અને તમામ ચારથી ૧૦ મેચના સસ્પેન્સ હેઠળ આવી ગયા છે. આકાશ ઉપર આઠ સસ્પેન્શન પોઇન્ટ લગાડવામાં આવ્યા છે જે છ ડિમેરિટ પોઇન્ટ સમાન છે અને તે બે વર્ષ સુધી તેના રેકોર્ડમાં રહેશે. બિશ્નોઈ ઉપર પાંચ સસ્પેન્શન પોઇન્ટ લગાડવામાં આવ્યા છે. અન્ય એક મામલે બિશ્નોઈના ખાતામાં વધુ બે સસ્પેન્શન પોઇન્ટ નોંધાયા છે જેના કારણે તેના કુલ સાત ડિમેરિટ પોઇન્ટ થયા છે અને તે પણ બે વર્ષ સુધી રેકોર્ડમાં રહેશે.

બાંગ્લાદેશના તૌહિદ પર ૧૦ સસ્પેન્શન પોઇન્ટ (છ ડિમેરિટ), શમીમ ઉપર છ ડિમેરિટ પોઇન્ટ તથા હસન ઉપર પાંચ ડિમેરિટ પોઇન્ટ લગાડવામાં આવ્યા છે. તમામ આરોપ ફિલ્ડ અમ્પાયર સૈમ, એડ્રિયન હોલ્ડસ્ટોક, થર્ડ અમ્પાયર રવીન્દ્ર વિમલાસિરિ તથા ચોથા અમ્પાયર પેટ્રિક બોંગની દ્વારા લગાવવામાં આવ્યા છે. એક સસ્પેન્શન પોઇન્ટ એટલે ખેલાડીને એક વન-ડે અથવા ટી૨૦ મેચમાં બહાર રહેવું પડશે. આ અંડર-૧૯ તથા એ-ટીમ દ્વારા રમતી વખતે લાગુ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન