ત્રણ બેન્ક સાથે રૂપિયા ૧૧૭ કરોડની ઠગાઇ કેસમાં ભેજાબાજ રાજેશ વેકરિયાની ધરપકડ - Sandesh
  • Home
  • Newspaper
  • ત્રણ બેન્ક સાથે રૂપિયા ૧૧૭ કરોડની ઠગાઇ કેસમાં ભેજાબાજ રાજેશ વેકરિયાની ધરપકડ

ત્રણ બેન્ક સાથે રૂપિયા ૧૧૭ કરોડની ઠગાઇ કેસમાં ભેજાબાજ રાજેશ વેકરિયાની ધરપકડ

 | 3:10 am IST

। સુરત ।

ત્રણ સરકારી બેંકો સાથે રૂપિયા ૧૧૭ કરોડની ઠગાઇના કેસમાં  આરોપી જગદીશ બોદરાની તપાસ દરમિયાન નવો ફણગો ફૂટયો છે.  જંગી રકમની છેતરપિંડીમાં બોદરા સાથે બરાબરના ભાગીદાર એવા  રાજેશ વેકરિયાની સીઆઇડી ક્રાઇમે ધરપકડ કરી હતી. આજે તેને  કોર્ટમાં રજૂ કરી ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરાઇ હતી. કોર્ટે  બંને પક્ષની દલીલોને અંતે વેકરિયાના તા. ૨૫મી નવેમ્બર  સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તો, કોર્ટે જગદીશ બોદરાના  વધુ સાત દિવસના રિમાન્ડની માંગણી સંદર્ભે બે દિવસની કસ્ટડી  મંજૂર કરી હતી. ભાગીદારી પેઢી આર.જે. સ્કવેર પ્રા.લિ. કંપનીને મહોરું  બનાવી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા અને બેંક ઓફ  ઇન્ડિયામાંથી રૂપિયા ૧૧૭ કરોડની લોન લઇ હાથ ખંખેરી લેવાના  ચર્ચાસ્પદ કેસમાં સીઆઇડી ક્રાઇમે વધુ એક આરોપી રાજેશ  વેકરિયાની ધરપકડ કરી હતી. ગત સપ્તાહે પકડાયેલા આરોપી  જગદીશ બોદરાના રિમાન્ડ દરમિયાન કરવામાં આવેલી પૂછપરછમાં  કેસ સંબંધિત મહત્ત્વની વિગતો બહાર આવી હતી. બોદરાએ બેંક  લોન કૌભાંડમાં રાજેશ વેકરિયાએ પાયાની ભજવી હોવાનું  સીઆઇડી ક્રાઇમની તપાસમાં ખુલ્યું હતું. મૂળ અમરેલીના  સાવરકુંડલા તાલુકાના કાનાતળાવ ગામના વતની અને શહેરના  પાર્લે પોઇન્ટ વિસ્તારમાં રહેતા રાજેશ વેકરિયા અને બોદરાએ  આર.જે. સ્કવેર અને રાજ ઇન્ટરનેશનલ કંપનીના બોગસ ઠરાવ બેંકમાં  રજૂ કરી ઠગાઇ કરી હતી. બેંકમાં બોગસ લેટર પેડ અને રબર સ્ટેમ્પ  સાથે રાજેશ વેકરીયા આવ્યો હોવાની હકીકત બહાર આવી હતી.  બેંકના અધિકારીઓ અને બોદરાના સ્ટેટમેન્ટ પરથી આ હકીકતને પૃષ્ટિ  મળી હતી.

લોનના પેપર્સ ઉપર જગદીશ બોદરાએ સહી કરી હતી તો  પર્સનલ ગેરંટેટર તરીકે રાજેશ વેકરિયાએ સહી કરી હોવાનું  જણાયું હતું. બેંકો સાથે આ કરોડો રૂપિયાની છેતરપિંડીમાં  વેકરિયા પણ બરાબરનો ભાગીદાર હોય તેની ધરપકડ કરવામાં  આવી હતી. આજે તેને કોર્ટમાં રજૂ કરી ૧૪ દિવસના રિમાન્ડની  માંગણી કરાઇ હતી. વેકરિયા તરફે એડવોકેટ કલ્પેશ દેસાઇ અને  હેમલ ભગતે કરેલી દલીલોને અંતે કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ  મંજૂર કર્યા હતા. રૂપિયા ૧૧૭ કરોડના આર્થિક વ્યવહારો ક્યાં અને  કોની સાથે થયા? બંને આરોપીના ઇ-મેઇલ આઇડી અને પાસવર્ડ  મેળવવા તેમની હાજરીની જરૂર છે. બંને પેઢીઓમાં થયેલા આર્થિક  વ્યવહારની તપાસ કરવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;