Three bears attack on village people
  • Home
  • Videos
  • Featured Videos
  • ત્રણ રીંછોએ આધેડ પર કર્યો હુમલો, જુઓ Video

ત્રણ રીંછોએ આધેડ પર કર્યો હુમલો, જુઓ Video

 | 10:21 pm IST

પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં ત્રણ રીંછોએ આધેડ પર હુમલો કર્યો હતો. શનિવારે પણ એક રીંછે ત્રણ વ્યક્તિ પર હુમલો કર્યો હતો. આજે રવિવારે ત્રણ રીંછે એક આધેડ પર હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. વધતા જતા રીંછના હુમલાઓથી સહેલાણીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયેલો છે. એટલું જ નહીં આ સમગ્ર ઘટના અંગે વન વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી છે. ગામમાં અચાનક રીંછ ઘુસી જવાના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છે. જેના કારણે વન વિભાગના અધિકારીઓને બોલવવામાં આવ્યા છે.ગામની આસપાસના વિસ્તારોમાં પુષ્કળ પ્રમાણમાં રીંછ રહેલા છે. જેના કારણે વધુ ભયની સ્થિતિ જોવા મળી રહી છે.