SC/ST એક્ટમાં સુધારા માટે ભાજપ શાસિત ત્રણ રાજ્યો પુન:વિચારણા અરજી કરશે - Sandesh
NIFTY 10,772.05 +61.60  |  SENSEX 35,547.33 +260.59  |  USD 68.1450 -0.24
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • SC/ST એક્ટમાં સુધારા માટે ભાજપ શાસિત ત્રણ રાજ્યો પુન:વિચારણા અરજી કરશે

SC/ST એક્ટમાં સુધારા માટે ભાજપ શાસિત ત્રણ રાજ્યો પુન:વિચારણા અરજી કરશે

 | 8:56 pm IST

હાલમાં દેશમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા SC/ST એક્ટના સામે ભારે વિરોધ સામે આવ્યો હતો. તે પછી હાલમાં દેશના ભાજપ શાસિત ત્રણ રાજ્યોની સરકારે SC/ST એક્ટના અધિનિયમ પર સુપ્રીમ કોર્ટના આદેશ પર હાલમાં અમલ ન કરવા અને આ નિર્દેશ વિરુદ્ધ પુનર્વિચારણા અરજી દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. થોડાં સમય પહેલાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરકારો કથિત રૂપથી આદેશ લાગુ કરવા માટે પગલા લીધા હતા પરંતુ હવે તેણે નિર્ણય કર્યો કે નિર્ણયનો અમલ કરવામાં ન આવે અને પુનર્વિચારણા અરજી દાખલ કરવામાં આવે.

થોડાં સમય પહેલાં જ સુપ્રીમ કોર્ટે SC/ST એક્ટના અધિનિયમના કથિત દુરૂપયોગને રોકવા માટે દિશા-નિર્દેશ નક્કી કર્યા હતા. દલિત સંગઠનોએ મોટા પાયે તેનો વિરોધ કર્યો હતો અને આ દિશા નિર્દેશ કાયદાને નબળો પાડે છે અને તેનાથી અનુસૂચિત જાતિ(SC) અને અનુસૂચિત જનજાતિ(ST) સમુદાયો પ્રત્યે અત્યાચારના મામલામાં વધારો થશે. આ વિરોધ પ્રદર્શનને ધ્યાન લઈને કેન્દ્ર સુપ્રીંમ કોર્ટમાં પુનર્વિચારણા અરજી દાખલ કરી ચૂક્યું છે.

પોતાના પક્ષના નિર્ણય અંગે ભાજપના એક નેતાએ કે, ત્રણેય રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વાત કરી છે અને તેમની સરકારો ટૂંક સમયમાં કોર્ટમાં પુનર્વિચારણા અરજી દાખલ કરશે. આ સ્વાભાવિક છે કે કોર્ટ દ્વારા અંતિમ નિર્ણય કરવા સુધી આદેશને અમલમાં લવાશે નહીં. તેમજ તેના પર વિચારણા માટે કેન્દ્ર સરકાર પણ કોઈ વિચારણા કરશે.

સુપ્રીમ કોર્ટે 20 માર્ચના પોતાના આદેશમાં કહ્યું હતું કે, કાયદાનો દુરૂપયોગ કરીને નિર્દોષ નાગરિકોને આરોપી બનાવવામાં આવે છે અને લોક તેવલોને પોતાની ડ્યૂટી કરતા રોકવામાં આવે છે. જ્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ બનાવવામાં આવ્યો ત્યારે તેનો ઈરાદો આ ન હતો.

વિપક્ષી પક્ષો દ્વારા ભાજપ પર આ મુદ્દે નિશાન સાધ્યું હતું. જેના પ્રમાણે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરકારોએ હાલમાં પોતાના પોલીસ પ્રમુખોને સુપ્રીમ કોર્ટના 20 માર્ચના આદેશને લાગૂ કરવા માટે સત્તાવાર આદેશ જારી કર્યો હતો.