સુરતઃ આવી રીતે લાગ્યો હતો લારી પર ત્રણ કારીગરોને કરંટ, જુઓ live video - Sandesh
  • Home
  • Gujarat
  • સુરતઃ આવી રીતે લાગ્યો હતો લારી પર ત્રણ કારીગરોને કરંટ, જુઓ live video

સુરતઃ આવી રીતે લાગ્યો હતો લારી પર ત્રણ કારીગરોને કરંટ, જુઓ live video

 | 8:32 pm IST

સુરતમાં ડીંડોલી વિસ્તારમાં આવેલા ઓમ નગરની આ ઘટનામાં વાત એમ હતી કે સુરતમાં મિલેનીયમ પાર્ક પાસે ઉભેલી ઉમિયા ફાસ્ટ ફૂડ નાસ્તાની એક લારીમાં દિવસના અંતે મોડી રાતે ત્રણ કારીગરો લારી સાફ કરતાં હતા. આ લારી સ્ટીલની હતી. તેને સાફ કરવા જતાં અનાચક લારીમાં કરંટ લાગ્યો હતો. આ ત્રણેય કારીગરોના પળવારમાં મોત નિપજ્યાં હતાં. આ બનાવની જાણ થતાં, દોડી ગયેલી પોલીસે આ ઘટના અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધું તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. તો ચાલો જોઇએ કે કેવી રીતે ત્રણ કારીગરોને લાગ્યો હતો કરંટ.