ઉમેદવારીના પ્રથમ દિવસે ત્રણ અપક્ષ ઉમેદવારોએ ભર્યા ફોર્મ - Sandesh
NIFTY 10,360.40 -18.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gandhinagar
  • ઉમેદવારીના પ્રથમ દિવસે ત્રણ અપક્ષ ઉમેદવારોએ ભર્યા ફોર્મ

ઉમેદવારીના પ્રથમ દિવસે ત્રણ અપક્ષ ઉમેદવારોએ ભર્યા ફોર્મ

 | 11:30 pm IST

ગુજ. વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીનું જાહેરનામુ બહાર પડી ચૂક્યું છે. પ્રથમ તબક્કાના મતદાન માટે કચ્છ- સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ફોર્મ ભરવા માટે 21મી નવેમ્બર છેલ્લો દિવસ છે. દરમિયાન મંગળવારે પ્રથમ દિવસે ભૂજ, ભાવનગર અને તળાજામાંથી એમ ત્રણ અપક્ષ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રક ભર્યા  હતા. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર 9 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું યોજાશે મતદાન કરાવવામાં આવશે. લોકોની નજર હવે ભાજપ અને કોંગ્રેસમાંથી ઉમેદવારો કોણ છે તેના પર મંડાયેલી છે.

૧૪મી વિધાનસભાની નવરચના માટે જાહેરનામું પ્રસિદ્ધ થતા વેંત જ ચૂંટણીના શ્રીગણેશ થઈ ચુક્યા છે. કચ્છ- સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો માટે ફોર્મ ભરવાના પહેલા દિવસે ભૂજ, તળાજા, ભાવનગર પશ્રિમ એમ કુલ ત્રણ બેઠકો ઉપર ત્રણ અપક્ષોએ ઉમેદવારી કરી છે.ચાલુ સપ્તાહના રવિવારને સિવાય આગામી સપ્તાહે 21મી નવેમ્બરને મંગળવાર સુધી પહેલા તબક્કાની ૮૯ બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરી શકાશે.

યાત્રા, જનસંપર્કના મોટા કેમ્પઈન બાદ ભાજપ-કોંગ્રેસ હવે ઉમેદવારો નક્કી કરવા બેઠકો કરી રહ્યા છે ત્યારે કઈં બેઠક પરથી કોને ટિકીટ મળશે તેને લઈને સામાન્ય નાગરીકોમાં પણ ઉત્સુકતા છે. કોંગ્રેસ અને ભાજપ બંને રાજકિય પક્ષો આગામી ત્રણેક દિવસમાં પોતાના ઉમેદવારોની નામની જાહેરાત કરી શકે તેમ છે.

છેલ્લા બે દિવસ સોમવાર અને મંગળવારે સૌથી વધુ ઉમેદવારી ફોર્મનો ફ્લો આવી શકે તેમ હોવાનું જણાવતા ચૂંટણીપંચના સત્તાવાર સુત્રોએ કહ્યું કે, બીજા તબક્કામાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની ૯૩ બેઠકો માટે આગામી સપ્તાહના આરંભે 20મી નવેમ્બરને સોમવારે જાહેરનામું પ્રસિદ્ધ થશે.