બનાસકાંઠાઃ જંતુનાશક દવા પીતા ત્રણ બાળકોની તબિયત લથડી, એકનું મોત - Sandesh
  • Home
  • Gujarat
  • બનાસકાંઠાઃ જંતુનાશક દવા પીતા ત્રણ બાળકોની તબિયત લથડી, એકનું મોત

બનાસકાંઠાઃ જંતુનાશક દવા પીતા ત્રણ બાળકોની તબિયત લથડી, એકનું મોત

 | 8:41 pm IST

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ધનપુરા ગામે જંતુનાશક દવા પી જતા ત્રણ બાળકોની તબિયત લથડી હતી તેમાંથી એક બાળકનું મોત થયુ હતુ. જ્યારે અન્ય બે બાળકો સારવાર અર્થે પાલનપુર સિવિલમાં દાખલ હતા. જેઓને આજે વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અમીરગઢ તાલુકાના ધનપુરા ગામે ઘર આગળ રમી રહેલા ત્રણ બાળકોએ કોઈ પદાર્થ આરોગતા તબિયત લથડી પડી હતી. જેઓને સારવાર અર્થે પ્રથમ અમીરગઢ પી.એચ.સી. લઈ જવાયા હતા અને ત્યાંથી વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી એક બાળકનું મોત નિપજ્યું હતુ. જ્યારે અન્ય બે બાળકો સારવાર હેઠળ હતા. દરમ્યાન તેના રીપોર્ટમાં બાળકોએ જંતુનાશક દવા પીધી હોવાનું જાણવા મળ્યુ હતુ. ત્યારે આ બાળકોની હાલત નાજુક જણાતા આજે વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.