Three Chinese Banks Dragged Anil Amani in Court over Unpaid Loans
  • Home
  • Business
  • અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી, હવે ચીનની 3 બેંકોએ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યા

અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી, હવે ચીનની 3 બેંકોએ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યા

 | 4:04 pm IST

ચીનની 3 મોટી બેંકોએ રિલાયન્સ ગ્રૃપનાં માલિક અનિલ અંબાણીની સામે લંડનની કોર્ટમાં 680 મિલિયન ડોલર એટલે લગભગ 47600 કરોડ ન ચૂકવવા બદલ કેસ દાખલ કર્યો છે. આ ત્રણ બેંક- ઈન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઈના લિમિટેડ, ચાઈના ડેવલેપમેન્ટ અને એક્સપોર્ટ-ઈમ્પોર્ટ બેંક ઓફ ચાઈના છે.

આ બેંકોનો દાવો છે કે, અનિલ અંબાણીની ગેરંટીની શરત પર રિલાયન્સ કોમ્યુનિકેશન (આરકોમ)ને 2012માં 92.52 કરોડ ડોલર (લગભગ 65 હજાર કરોડ રૂપિયા)ની લોન આપી હતી. ત્યારે અનિલ અંબાણીએ આ લોનની પર્સનલ ગેરંટી લેવાની વાત કરી હતી, પણ 2017 બાદ કંપની ડિફોલ્ટ થઈ ગઈ હતી.

એક ન્યુઝ રિપોર્ટ પ્રમાણે આ મામલા પર અનિલ અંબાણી કહ્યું કે, તમેં પર્સનલ કમ્ફર્ટ લેટર આપવાની વાત કહી હતી. પણ પ્રાઈવેટ સંપત્તિને ગેરંટી તરીકે આપવાની વાત ક્યારેય કરી નથી. અનિલ અંબાણીનાં વકીલ રોબર્ટ હોવે કહ્યું કે, બેંકોએ સતત અનિલ અંબાણી અને તેની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશનમાં અંતર ન કરવાની ભૂલ કરતો રહ્યો.

આ પહેલીવાર નથી કે જ્યારે અનિલ અંબાણી અને તેની કંપની સામે કોર્ટમાં કેસ થયો છે. આ પહેલાં એરિક્શન વિવાદ મામલામાં પણ અનિલ અંબાણીની સામે સુપ્રીમ કોર્ટમાં કેસ થયો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટે અંબાણીને 550 કરોડ ચૂકવવાનો આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મોટા ભાઈ મુકેશ અંબાણીએ પૈસા ચૂકવવામાં મદદ કરી હતી.

આ વીડિયો પણ જુઓઃ

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રમેશ ઓઝાનું શું કહેવું છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન