કાળઝાળ ગરમીની અસરઃ રાજપીપળા ત્રણ વિદ્યાર્થીઓને ચાલુ પરીક્ષામાં થઇ ઉલટીઓ - Sandesh
NIFTY 10,767.65 -0.70  |  SENSEX 35,443.67 +-19.41  |  USD 67.5000 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • કાળઝાળ ગરમીની અસરઃ રાજપીપળા ત્રણ વિદ્યાર્થીઓને ચાલુ પરીક્ષામાં થઇ ઉલટીઓ

કાળઝાળ ગરમીની અસરઃ રાજપીપળા ત્રણ વિદ્યાર્થીઓને ચાલુ પરીક્ષામાં થઇ ઉલટીઓ

 | 6:31 pm IST

રાજપીપળા સહીત નર્મદામા ધોરણ ૧૦-૧૨ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જોકે માર્ચના અર્ધાંતરે ગરમીનો પ્રકોપ શરુ થયો છે, રાજપીપળા કેન્દ્રમા બોર્ડની જાહેર પરીક્ષાઓમા કાળઝાળ ગરમીની અસર જોવા મળી હતી. ખાસ કરીને બપોર પછીના પરીક્ષામા ગરમીનોપારો ઉચો ચઢતા પરીક્ષા ખંડમા પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને ગરમી સતાવી રહી છે. જેમા બપોર પછી ના વિજ્ઞાન પ્રવાહના ભૈાતિક વિંજ્ઞાનની પરીક્ષા આપતા હતા ત્યારે રાજપીપળા કેન્દ્રમા ચાલુ પરીક્ષાએ બપોરે ત્રણ વિદ્યાર્થીઓને ઉલટી ગભરામણ થઇ હતી.

ગરમીની અસર વિદ્યાર્થીઓને થતા તાત્કાલીક ખાનગી ડોકટરને બોલાવી સારવાર અપાઇ હતી, જોકે નર્મદા જિલ્લાના કેટલાક પરીક્ષા કેન્દ્રમા પુરતા પંખાની વ્યવસ્થા ન હોવાથી તેમ ધાબુ તપતુ હોવાથી ઉપરના માળે આવેલા બ્લોકમા વધુ ગરમી પડતી હોઇ વિદ્યાર્થી ઓને ગરમીની અસર થઇ રહી છે.

કેટલાક બિલ્ડીંગમા તોમપુરતા વર્ગખંડો ન હોવાથી મોટા હોલમા બેથી ત્રણ વર્ગખંડો બનાવી પરીક્ષા લેવાઇ રહી છે. તેમાના વધુ વિદ્યાર્થીઓના શ્રવાસોચ્છવાસને કારણે પણ સફોકેશન થાય તેમ હોઇ ગરમીનો અનુભવ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. ત્યારે તંત્ર પુરતા પાણીની તથા વધું પંખાની વ્યવસ્થા કરવાની પણ માંગ ઉઠી છે. હજી ગરમીનો પારો વધે તેવી સંભાવના છે.