Three Indian-American Women Appointed as Judge in NewYork
  • Home
  • Featured
  • ન્યૂયૉર્કમાં ભારતીય મૂળની ત્રણ મહિલા બની જજ

ન્યૂયૉર્કમાં ભારતીય મૂળની ત્રણ મહિલા બની જજ

 | 3:59 pm IST

ન્યૂયૉર્કના મેયર ડે બ્લાસિયોએ ભારતીય મૂળની ત્રણ મહિલાઓને જજ તરીકે નિયુક્ત કર્યા છે. જેમાં રાજા રાજેશ્વરી, દીપા અંબેકર અને અર્ચના રાવનો સમાવેશ થાય છે. દીપા અંબેકર અને રાજેશ્વરીને સિવિલ અને ક્રિમિનલ કોર્ટમાં નિયુક્ત કરવામાં આવ્યા છે અને અર્ચના રાવને સિવિલ કોર્ટની જવાબદારી સોંપવામાં આવી છે. ન્યૂયૉર્કના મેયર દ્વારા શહેરમાં 46 જ્જની નિમણુંક કરવામાં આવી છે.

દીપા અને રાજેશ્વરી પહેલા પણ સિવિલ અને ક્રિમિનલ કોર્ટમાં કામ કરી ચૂક્યા છે, પરંતુ રાવ પહેલીવાર જ્જ બનવાની તક મળી છે. અંબેકરનો જન્મ અમેરિકામાં જ થયો છે, જ્યારે રાજેશ્વરી, ન્યૂયૉર્કમાં જજ તરીકે ફરજ બનાવનારી પહેલી સાઉથ એશિયન મહિલા છે.

રાજેશ્વરીનો જન્મ ચૈન્નઇમાં થયો હતો અને તેણી બાણપણમાં જ અમેરિકામાં આવી ગઇ હતી. તેણીએ બ્રુકલિન લૉ સ્કૂલમાંથી ડિગ્રી લીધી છે. તેણી એક સારી એવી પ્રશિક્ષિત ભરતનાટ્યમ અને કુચિપુડીની ડાંસર પણ છે. ભારતીય મૂળની ત્રણ મહિલાઓને જજ તરીકે નિયુક્ત કર્યા છે. જેમાં રાજા રાજેશ્વરી, દીપા અંબેકર અને અર્ચના રાવનો સમાવેશ થાય છે.