Three Jets Fly in Missing Man Formation in Aero India Show 2019
  • Home
  • Videos
  • Featured Videos
  • એરો ઈન્ડિયા શો 2019માં ‘મિસિંગ મેન’ ફોર્મેશન બનાવી અપાઈ શ્રદ્ધાંજલિ

એરો ઈન્ડિયા શો 2019માં ‘મિસિંગ મેન’ ફોર્મેશન બનાવી અપાઈ શ્રદ્ધાંજલિ

 | 5:18 pm IST

એરો ઈન્ડિયા શો 2019ના પહેલા જ દિવસે વાયુસેનાના જગુઆર,તેજસ અને સુખોઈ જેટ્સ આકાશમાં ‘મિસિંગ મેન’ ફોર્મેશન બનાવીને ઉડ્યા. આ ફોર્મેશન વિંગ કમાંડર સાહિલ ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે બનાવવામાં આવી હતી. ગઈકાલે સૂર્ય કિરણ ઍરોબેટિક્સના બે વિમાનો એકબીજા સામે અથડાઈ જતાં ક્રેશ થઈ ગયા જેમાં સાહિલ ગાંધીની મૃત્યુ થઈ હતું. વિંગ કમાંડર સાહિલ ગાંધીના વિમાનનો આગળનો ભાગ સંપૂર્ણ રૂપે ક્ષતિગ્રસ્ત થયો હતો. જેના કારણે તેઓ ઈન્જેક્ટ નહીં કરી શક્યા. આ હાદસા પછી સૂર્ય કિરણ ટીમે આ એર શોમાં સામેલ ન થવાનો નિર્ણય કર્યો હતો.

શ્રદ્ધાંજલિ દરમિયાન ત્રણ વિમાન એકસાથે ઉડી રહ્યા હતા પરંતુ તેમની વચ્ચે એક વિમાનની જગ્યા છોડવામાં આવી હતી. સામાન્ય રીતે આ પ્રકારની પર્ફોર્મેન્સમાં એક સાથે ચાર વિમાન ઉડતા હોય છે. પરંતુ પોતાના સાથીની યાદમાં ત્રણ વિમાન જ આકાશમાં ઉડી રહ્યાં હતા અને આનેજ ‘મિસિંગ ફોર્મેશન’ કહેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન