Three Kashmiri Students video on Pakistan goes viral on Social Media
  • Home
  • Featured
  • પુલવામા હુમલાની વરસી પર લગાવ્યા ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા તો લોકોએ કર્યા એવા હાલ કે…

પુલવામા હુમલાની વરસી પર લગાવ્યા ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા તો લોકોએ કર્યા એવા હાલ કે…

 | 7:21 pm IST

કર્ણાટકના હુબલીમાં હિન્દુ સંગઠનના કાર્યકરોએ ત્રણ કાશ્મીરી વિદ્યાર્થીઓને માર માર્યો. માહિતી મુજબ આ ત્રણેય વિદ્યાર્થીઓ પુલવામા આતંકી હુમલાની વરસી પર પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવી રહ્યા હતા. જેનો એક વીડિયો પણ વાયરલ થયો હતો.

મીડિયા રિપોર્ટ મુજબ આ ત્રણે વિદ્યાર્થીઓ KLE એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરે છે. વોટ્સએપ પર વીડિયો વાયરલ થયા પછી કેટલાક લોકોએ કોલેજમાં પ્રવેશ કર્યો હતો અને વિદ્યાર્થીઓને માર મારવાની કોશિશ કરી હતી. પોલીસે ત્રણેયને કસ્ટડીમાં લીધા છે. રિપોર્ટ પ્રમાણે ત્રણેયના નામ આમિર, બાસિત અને તાલિબ બતાવવામાં આવી રહ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, તેઓ એન્જિનિયરિંગ કોલેજમાં બીજા વર્ષના વિદ્યાર્થીઓ છે અને કોલેજ હોસ્ટેલમાં રહે છે.

જે વીડિયો સામે આવ્યો છે તેમાં ત્રણેય પોતાનાં નામ જણાવી રહ્યાં છે. ત્યાં બેકગ્રાઉન્ડમાં એક ગીત વગી રહ્યું અને તે દરમિયાન આ ત્રણે વિદ્યાર્થીઓ પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવે છે. આ વચ્ચે એક વિદ્યાર્થી આઝાદીનો નારો પણ લગાવે છે. વીડિયો વાયરલ થતાની સાથે જ પોલીસે ત્રણેયને કસ્ટડીમાં લઈ લીધા હતા. જો કે, એક હિન્દુ સંગઠન સાથે જોડાયેલા લોકોએ પોલીસની અટકાયતમાંથી છોડાવીને ત્રણેય આરોપીઓને માર મારવાનો પ્રયાસ કર્યો હતો. આપને જણાવી દઈએ કે 14 ફેબ્રુઆરીએ પુલવામા આતંકી હુમલાની પહેલી વર્ષગાંઠ હતી. એક વર્ષ પહેલા જમ્મુથી કાશ્મીર જઇ રહેલા સીઆરપીએફના કાફલા પર કાર બોમ્બ વડે હુમલો થયો હતો, જેમાં 40 સૈનિકો માર્યા ગયા હતા.

આ વીડિયો પણ જુઓ: ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

\

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન