Do every day this three mantras of Chandipath, it fulfills all wish
  • Home
  • Astrology
  • ચંડીપાઠના આ ત્રણ મંત્રો કરી દેશે તમામ ઈચ્છાની પૂર્તિ, કરો નિત્ય જાપ

ચંડીપાઠના આ ત્રણ મંત્રો કરી દેશે તમામ ઈચ્છાની પૂર્તિ, કરો નિત્ય જાપ

 | 6:28 pm IST

નવરાત્રિ એ દેવી ઉપાસનાનું ઉત્તમ પર્વ છે. નવ દિવસ સુધી માતાજીના વિવિધ સ્વરૂપોની પૂજા અને આરાધના થાય છે. એવી માન્યતા છે કે આ નવ દિવસો સુધી દુર્ગા સપ્તશતીના પાઠ કરવાથી તમામ મુશ્કેલીઓનો અંત આવી જાય છે. જો કોઈ કારણથી તમે આ નવ દિવસો દરમિયાન દૂર્ગા સપ્તશતીના પાઠ ન કરી શકો તો અહિં ચંડીપાઠના ત્રણ મંત્રો આપેલા છે. તેનો નિત્ય જાપ કરવાથી તમામ ઈચ્છાઓની પૂર્તિ થઈ જાય છે.

ધન સંબંધી મુશ્કેલીઓને દૂર કરવા માટે આ મંત્રનો જાપ કરો.

દુર્ગે સ્મૃતા હરસિ ભીતિમશેષજન્તોઃ સ્વસ્થૈઃ સ્મૃતા મતિમતીવ શુભાં દદાસિ |
દારિદ્રયદુઃખભયહારિણી કા ત્વદન્યા સર્વોપકારકરણાય સદાર્દ્રચિત્તા          ||

જો કોઈની નજર વગેરેનો ભોગ બન્યા હોય તો આ મંત્રનો જપ બહું જ ઉપયોગી છે.

શૂલેન પાહિનો દેવિ પાહિ ખડગેન ચામ્બિકે |
ઘંટાસ્વનેન નઃ પાહિ ચાપજ્યાનિઃ સ્વનેન ચ ||

વિચારો સારા જો જીવન સારું.. માટે માતાજી પાસે સદબુદ્ધિની પ્રાર્થના કરવી જોઈએ.

યાશ્રી સ્વયં સુકૃતિનામ્ ભવનેશ્વલક્ષ્મી |
પાપાત્મનામ્ કૃતધિયામ્ હૃદયે સુબુદ્ધિ ||

ચંડીપાઠ સિવાય આ મંત્ર પણ અતિ શુભ છે તેનો જાપ પણ સર્વ પ્રકારે સુખ શાંતિ આપે છે. કલ્યાણ થાય છે. તમામ પ્રકારે શુભ થાય તે માટે આ મંત્રનો જાપ કરવો જોઈએ.

સર્વ મંગલ માંગલ્યૈ શિવે સર્વાર્થ સાધિકે |
શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે ||