Three more new features joined with Facebook Messenger
  • Home
  • Featured
  • ફેસબુક મેસેન્જર બનશે વધુ મજેદાર, એક સાથે 3 ફીચર કરશે લોન્ચ

ફેસબુક મેસેન્જર બનશે વધુ મજેદાર, એક સાથે 3 ફીચર કરશે લોન્ચ

 | 1:12 pm IST
  • Share

  • ફેસબુક મેસેન્જર દ્વારા ત્રણ નવા ફીચર લોન્ચ કરવામાં આવશે
  • આ ફીચરમાં QR Codeની સાથે પેમેન્ટની સુવિધા
  • ક્વિક રિપ્લે બાર અને નવી ચેટ થીમ પણ સામેલ

આજના જમાનામાં સોશિયલ મીડિયા એટલે લોકો માટે એક પ્રકારનો ખોરાક. માણસ જેમ ખોરાક વગર નથી રહી શકતો તેમ તેને હવે સોશિયલ મીડિયા વગર રહેવું મુશ્કેલ લાગી રહ્યુ છે. આ ટેકનોલોજીના યુગમાં દિવસે દિવસે અવનવી ટેકનોલોજી અને ફીચર માર્કેટમાં આવી રહ્યા છે. ત્યારે હવે ફેસબુક મેસેન્જરનો ઉપયોગ કરનારા લોકોને હવે ત્રણ નવી સુવિધાઓ પણ મળશે. ફેસબુક મેસેન્જર દ્વારા ત્રણ નવા ફીચર લોન્ચ કરવામાં આવશે. આ ફીચરમાં QR Codeની સાથે પેમેન્ટ, ક્વિક રિપ્લે બાર અને નવી ચેટ થીમને પણ સામેલ કરવામાં આવી છે. જેનાથી ફેસબુક મેસેન્જરનો ઉપયોગ વધારે મજેદાર થઈ જશે. તો આવો જાણીએ આ ત્રણેય નવા ફીચર વિશે.

અમેરિકામાં ફેસબુક મેસેન્જરથી પેમેન્ટ મોકલવાની સૂવિધા પહેલાથી જ ચાલુ કરી દેવામાં આવી છે. આ ફીચરનો ઉપયોગ કરીને યુઝર પોતાના મેસેન્જરથી QR Codeને સ્કેન કરીને કોઈ અન્ય વ્યક્તિને પૈસા ટ્રાન્સફરી કરી શકે છે. તેના માટે યુઝરે ફેસબુક અથવા તો નવી એપને ડાઉનલોડ કરવાની જરૂર પડશે નહીં. તેમનો ઉપયોગ કરવા માટે યુઝરે મેસેન્જર સેટિંગમાં ફેસબુક પે દ્વારા પોતાનો QR Codeને બીજા વ્યક્તિને મોકલવો પડશે. જેનાથી પૈસા મોકલી કે મેળવી શકાય છે.

મેસેન્જરના ક્વિક રિપ્લે ફીચરનો ઉપયોગ કરીને યુઝર પોતાની ચેટમાં મોકલવામાં આવેલા ફોટો અથવા તો વીડિયો ઉપર જલદીથી રિપ્લે કરી શકે છે. તેમનો ઉપયોગ માટે યુઝરે ફોટો અથવા તો વીડિયો ઉપર ટેપ કરવું પડશે જેનાથી ક્વિક રિપ્લે વિન્ડો ખુલશે.

ફેસબુકના મેસેજન્જર અને ઈંસ્ટાગ્રામ ઉપર નવી ચેટ થીમને સામેલ કરવામાં આવી છે. આ નવી થીમ્સમાં OLIVIAS ન્યૂ આલબમ, સાવર, વર્લ્ડ ઓસિયન ડેઝ અને F9 ચેટ થીમ સામેલ છે. આ થીમ્સનો ઉપયોગ કરવા માટે યુઝરે ચેટ સેટિંગ્સમાં જઈને મનપસંદ થીમ ઉપર ટેપ કરવું પડશે. તો આ ત્રણ ફિચર દ્વારા યુઝર વધારે સુવિધા મેળવી શકશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો