Three people died in a collision in Kankaria
  • Home
  • Ahmedabad
  • કાંકરિયામાં રાઇડ તૂટતા ત્રણ લોકોના મોત, સંચાલકની ધરપકડ, CMએ આપ્યા તપાસના આદેશ

કાંકરિયામાં રાઇડ તૂટતા ત્રણ લોકોના મોત, સંચાલકની ધરપકડ, CMએ આપ્યા તપાસના આદેશ

 | 6:34 pm IST

અમદાવાદના કાંકરિયામાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ત્રણ લોકોના કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઘટના સર્જાઇ તે સમયે લોકો પડી જતા ફન પાર્કમાં રીતસરની દોડધામ મચી ગઇ હતી. જોકે ફાયર બ્રિગેડની જાણકારી મળતા જ ઘટના સ્થળે પહોંચી ગયું છે.  આ મામલે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસનાં આદેશ આપી દીધા છે તથા સંચાલકની ધરપકડ કરી લેવામાં આવી છે.

અમદાવાદનાં કાંકરિયામાં આવેલ ફન પાર્કમાં ગંભીર ઘટના સર્જાઇ હતી જેમાં એક રાઇડ પડી ભાંગતા ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં. આ અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ હોવાની પણ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તમને જણાવી દઇએ કે, આ કોઇ પ્રથમ ઘટના નથી કે અમદાવાદમાં રાઇડ તૂટી હોય આ પહેલા પણ નારોલના રંગોલીનગર ખાતે ખાતે આનંદમેળો ચાલી રહ્યો હતો જ્યાં ચાંદતારે નામની રાઈડર્સનો એક ડબ્બો નીચે પટકાયો હતો. આ ચાલુ રાઈડ્સમાં અચાનક જ થયેલા શોર્ટ સર્કિટનાના કારણે 7 લોકો નીચે પડી ગયા હતા. અને બે લોકોનાં મોત નિપજ્યા હતાં.

ઉલ્લેખનિય છે કે, કાંકરિયામાં આવેલ રાઇડમાં એક સાથે 20 લોકો બેસી શકે તેટલી કેપેસિટી હોય છે. પરંતુ રાઈડ્સમાં વધારે સંખ્યામાં લોકોને બેસાડવામાં આવતા હોય છે. જોકે આ અંગે પણ AMCની બેદરકારી સામે આવી છે. AMCના અધિકારીઓ ઓફિસમાં બેસીને એસીની હવા ખાય છે પરંતુ આ પ્રકારની રાઇડની તપાસ નથી કરતા.

મૃતકોની યાદી

મનાલી વી. રજવાડી (ઉ.વ. 24) રહે. સીટીએમ હીરાબાગ
મહંમદ જાહીર આર મોમીન (ઉ.વ.22) રહે. ક્લીફટન ટાવર, દાણીલીમડા

ઇજાગ્રસ્તોની યાદી

કંજીલા બાનુ (ઉ.વ. 16)
રાકેશભાઈ (ઉ.વ. 26)
વિશાલ કદમ (ઉ.વ. 27)
ટ્વિંકલ (ઉ.વ. 26)
સંદીપભાઈ (ઉ.વ. 25)
લક્ષ્મીદેવી (ઉ.વ. 22)
નિશા (ઉ.વ. 24)
રાકેશ પાટિલ (ઉ.વ. 25)
બુસુરા બાનુ (ઉ.વ. 16)
તૈયબા સૈયદ (ઉ.વ. 18)
શીફા સંધવી (ઉ.વ. 17)
જાગૃતિ (ઉ.વ. 20)
આશિષ (ઉ.વ. 22)
બીજલબેન (ઉ.વ. 23)
સોમીન (ઉ.વ. 27)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન