મહેસાણામાં ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માત, 3 લોકોના ઘટના સ્થળે મોત - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Baroda
  • મહેસાણામાં ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માત, 3 લોકોના ઘટના સ્થળે મોત

મહેસાણામાં ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માત, 3 લોકોના ઘટના સ્થળે મોત

 | 9:30 pm IST

વડનગર ખેરાલુ રોડ ઉપર તોરણીયા વલ્લા પાસે એક રીક્ષા અને ડમ્પર ધડાકાભેર સામ સામે ટકરાયા હતા. જેમાં એક વ્યકિતનું સ્થળ ઉપર મોત થયુ હતુ. જયારે અન્ય એક વ્યકિતનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. જયારે ત્રણ વ્યકિતને ગંભીર ઈજાઓ થઈ હતી.

વડનગર અરજણ બારી વિસ્તારમાં રહેતાં ઠાકોર પરિવારના પાંચ જેટલા વ્યકિતઓ રીક્ષા મારફતે શેખપુર ગામે જઈ રહ્યા હતા. ત્યારે તોરણીયા વલ્લા પાસે ડમ્પર સાથે રીક્ષા ધડાકાભેર ટકરાઈ હતી. અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઠાકોર રણજીતજી જયંતિજીનું ઘટના સ્થળેજ મોત નિપજ્યુ હતુ. જયારે અન્ય એક વ્યકિતનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. જયારે અન્ય ત્રણ જણની હાલત ગંભીર હોવાથી મહેસાણા ખાતે ખસેડયા હતા અને વધુ ગંભીર જણાતાં ત્યાંથી અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વડનગર પોલીસને અકસ્માતની જાણ થતાં તુરતજ ઘટના સ્થળે પહોંચી જઈ અકસ્માતની વધુ તપાસ હાથ ધરી હતી.

ઠાકોર પરિવાર બહેનના ત્યાં જઈ રહ્યો હતો ત્યારે…..

વડનગર ખાતે આવેલ અરજણબારી વિસ્તારમાં રહેતા મેરાજી ઠાકોર પોતાના પરિવાર સાથે શેખપુર ગામે રહેતી બહેનના ત્યાં ખબર કાઢવા જઈ રહ્યા હતા. ત્યારે યમદુત બનીને આવેલા ડમ્પરે રીક્ષાને ટક્કર મારતાં રણજીતજી જયંતિજી ઠાકોરનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. જયારે અન્ય એક વ્યકિતનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. જયારે અન્ય ગંભીર રીતે ઘવાયેલા મસરૃમબેન મેરાજી તથા ર્હાિદકજી મેરાજી તથા મેરાજી ગીધાજીને મહેસાણા ખાતે સારવાર અર્થે ખસેડયા હતા. જેમાં વધુ ગંભીર ઈજાઓ હોવાથી વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા હતા.