મુંબઇમાં દાઉદની ત્રણેય સંપત્તિ 11 કરોડમાં થઇ હરાજી, ખરીદી લીધી આ ટ્રસ્ટે - Sandesh
  • Home
  • India
  • મુંબઇમાં દાઉદની ત્રણેય સંપત્તિ 11 કરોડમાં થઇ હરાજી, ખરીદી લીધી આ ટ્રસ્ટે

મુંબઇમાં દાઉદની ત્રણેય સંપત્તિ 11 કરોડમાં થઇ હરાજી, ખરીદી લીધી આ ટ્રસ્ટે

 | 10:40 am IST

અંડર વર્લ્ડ દાઉદ ઇબ્રાહિમની જપ્ત કરાયેલ સંપત્તિની આજે હરાજી થઇ ચૂકી છે. તેને સૈફી બુરહાની અપલિફ્ટમેંટ ટ્રસ્ટ એ 9.5 કરોડ રૂપિયામાં ખરીદી છે. આ સંપત્તિઓમાં રોનક અફરોઝ હોટલ, ડાંબરવાલા બિલ્ડિંગ, અને શબનમ ગેસ્ટ હાઉસ પ્રમુખ છે. ગઇ વખતે રોનક હોટલ માટે એસ.બાલાકૃષ્ણને 4 કરોડ 28 લાખની બોલી લગાવી હતી, પરંતુ રકમ ચૂકવી નહોતી.

મળતી માહિતી પ્રમાણે દાઉદ ઇબ્રાહિમની સંપત્તિઓની હરાજી ચર્ચગેટના આઇએમસી બિલ્ડિંગમાં આવેલ કિલાચંદ કોન્ફરન્સ રૂમમાં સવારે 10 વાગ્યાથી 12ની વચ્ચે થઇ હતી. દાઉદની કાર ખરીદીને આગના હવાલે કરનાર ઓલ ઈન્ડિયા હિન્દુ મહાસભાના પ્રેસિડેન્ટ સ્વામી ચક્રપાણિ મહારાજ પર તમામની નજર હતી, પરંતુ તેમને સફળતા મળી નહોતી. કારણકે દાઉદની હોટલ ખરીદીને ત્યાં શૌચાલય બનાવવાની વાત કરી રહી છે.  ગત વખતે હરાજીમાં દાઉદની કાર ખરીદી તેને જાહેરમાં સળગાવી ચૂક્યા છે.

મુંબઈમાં આ પ્રોપર્ટીઝ સામેલ
ભિંડી બજારમાં 2 માળની બિલ્ડિંગની કિંમત 1 કરોડ 21 લાખ રૂપિયાની છે. યાકુબ સ્ટ્રીટ સ્થિત પ્રોપર્ટી 1 કરોડ 55 લાખ રૂપિયાની છે. હોટલ રોનક અફરોઝ 1 કરોડ 18 લાખ રૂપિયાની છે. પર્લ હર્બરમાં ફલેટ 92 લાખ 69 હજાર રૂપિયાનો છે. દાદરીવાલા ચાલી સ્થિત પ્રોપર્ટી કિંમત 65 લાખ 90 હજાર રૂપિયાની છે. જ્યારે ઔરંગાબાદમાં ફેક્ટરી પ્લોટની કિંમત 1 લાખ 2 હજાર રૂપિયા છે.

કેટલાંય દેશોમાં તેની સંપત્તિ છે. દાઉદને કેટલાંય નામથી ઓળખાય છે. પરંતુ મુંબઇ અંડરવર્લ્ડમાં લોકો તેને ‘મુચ્છડ’ના નામથી ઓળખતા હતા. ભારતમાંથી ભાગ્યા બાદ દાઉદ સતત પોતાનું નામ અને ઓળખ બદલતો રહેતો. આ ભારતનો સૌથી મોટો મોસ્ટ વોન્ટેડ છે.