Three round firing on police during checking in Banaskantha
  • Home
  • Gujarat
  • બનાસકાંઠામાં ચેકિંગ દરમિયાન પોલીસ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ

બનાસકાંઠામાં ચેકિંગ દરમિયાન પોલીસ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ

 | 7:05 pm IST

ગુજરાત અને રાજસ્થાનને જોડતી બોર્ડર અમીરગઢ બોર્ડર પર આજે ત્રણ રાઉન્ડ ફાયરિંગનો બનાવ બન્યો હતો. અમીરગઢ પોલીસના ચેકિંગ દરમિયાન પંજાબ તરફ જતી એક કારના ચાલકે પોલીસને ડરાવવા માટે હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે પોલીસ પર ફાયરિંગના આરોપીઓને ઝડપવામાં અત્યારે તો પોલીસ સફળ થઇ છે. બે આરોપીઓને પોલીસે ઝડપ્યા છે.

આ ઘટના એવા પ્રકારની હતી કે, પંજાબ તરફ જઈ રહેલા ઈસમોની કાર પોલીસે રોકી હતી. પોલીસ અધિકારીઓ વાહન ચેકિંગ કરતા હતા. એ દરમિયાન એક ઈસમ પાસેથી રિવોલ્વર પકડાઇ જતાં બીજા ત્રણ ઇસમો ગાડીમાંથી નાસી છૂટ્યા હતા અને થોડે દૂર જઈને ત્રણ રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું ત્યારબાદ જે ચોથો ઇસમ હતો એ પણ પોલીસને ધક્કો મારીને ભાગ્યો હતો ત્યારબાદ પોલીસે કંટ્રોલરૂમ અને આજુબાજુના પોલીસ સ્ટેશનોની પોલીસને સહારે બે આરોપીઓને ઝડપવામાં પોલીસ સફળ થઈ હતી. જ્યારે અન્ય બે ઈસમો ભાગી છૂટ્યા હતા. જોકે પોલીસે ત્વરિત કાર્યવાહીમાં ખાનગી વેપન સાથે બે આરોપીની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે.

ત્યારે સવાલ એ થાય છે કે આરોપીઓ પાસે એવૂ શું હતું કે જેના ભયથી તેઓએ પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરી, હવામા ફાયરિંગ કર્યું, પોલીસને ડરાવવા પ્રયત્ન કર્યો, ભાગી છૂટવામાં સફળતા મેળવી? જોકે આ તમામ બાબતો તપાસનો વિષય હોઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન