JK: બડગામમાં અથડામણમાં 3 આતંકીઓ ઠાર, સોમવારે અમરનાથ યાત્રીઓ પર થયો હતો હુમલો - Sandesh
  • Home
  • India
  • JK: બડગામમાં અથડામણમાં 3 આતંકીઓ ઠાર, સોમવારે અમરનાથ યાત્રીઓ પર થયો હતો હુમલો

JK: બડગામમાં અથડામણમાં 3 આતંકીઓ ઠાર, સોમવારે અમરનાથ યાત્રીઓ પર થયો હતો હુમલો

 | 9:03 am IST

જમ્મુ અને કાશ્મીરના બડગામમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. મંગળવાર સાંજથી જ જારી અથડામણમાં સુરક્ષાદળોએ બુધવારે વહેલી સવારે ત્રણ આતંકીઓનો ખાત્મો કર્યો. આ આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો અને વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. સુરક્ષાદળોએ મંગળવાર સાંજે એક ગામમાં આતંકીઓને ઘેરો ઘાલ્યો હતો. ત્યારબાદ થોડી થોડીવારે ફાયરિંગ થઈ રહ્યું હતું.

એક પોલીસ અધિકારીના જણાવ્યાં મુજબ સોમવારે અમરનાથ યાત્રીઓ પર થયેલા હુમલા બાદ આતંકીઓની તલાશમાં સુરક્ષા દળો બડગામ વિસ્તારમાં સર્ચ અભિયાન ચલાવી રહ્યાં હતાં. આ દરમિયાન એક ગામમાં સુરક્ષાદળોની ટુકડી પર સાંજે 7.30 વાગ્યે આતંકીઓએ ફાયરિંગ કરવા માંડ્યું અને ત્યારબાદ સુરક્ષાદળોના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ.

આ અભિયાનમાં સીઆરપીએફ, સેનાની એન્ટી ટેરર યુનિટ રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ સામેલ છે. સીઆરપીએફના એક અધિકારીએ જણાવ્યું કે 176 બટાલિયનના જવાન, રાષ્ટ્રીય રાઈફલ્સ અને એસઓજી સાથે સર્ચ અભિયાનમાં નિકળ્યા હતાં ત્યારે આ અથડામણ શરૂ થઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન