બેન્ક મેનેજરની પત્નીની હત્યા કેસઃ હત્યારા પતિ સામે પોલીસે ત્રણ જુદા જુદા નોંધ્યા ગુના - Sandesh
  • Home
  • Ahmedabad
  • બેન્ક મેનેજરની પત્નીની હત્યા કેસઃ હત્યારા પતિ સામે પોલીસે ત્રણ જુદા જુદા નોંધ્યા ગુના

બેન્ક મેનેજરની પત્નીની હત્યા કેસઃ હત્યારા પતિ સામે પોલીસે ત્રણ જુદા જુદા નોંધ્યા ગુના

 | 9:28 pm IST

સોમવારની રાતે દારુ પીવાના મુદ્દે થયેલી તકરારમાં પત્નીએ બૉટલ તોડી નાંખતા બેંક મેનેજર પતિએ પત્ની બિમાર હોવાનું ખોટું કારણ આપી દારુની બીજી બૉટલ મંગાવી હતી. દારુ પીવાની આદતના કારણે આવેશમાં આવેલા પતિએ પત્નીને છાતીમાં ચપ્પાનો ઘા મારી દેતા તેનું મોત નિપજયું હતું. વસ્ત્રાપુર પોલીસે આશિષ ગુરંગે સામે હત્યા, દારુ પીવાનો તેમજ દારુની બૉટલ રાખવાનો એમ કુલ ત્રણ ગુના નોંધ્યા છે. હવે જોવાનું છે કે, હત્યા કેસમાં મુખ્ય કારણભૂત દારુનો જથ્થો કોણે પૂરો પાડયો તેની તપાસ પોલીસ કરશે કે કેમ ?

વસ્ત્રાપુર સૂર્યવંશી ટાવરમાં રહેતા એક્ઝિમ બેંકના મેનેજર આશિષ ગુરંગે (મૂળ રહે. સિક્કીમ) અને તેની પત્ની પ્રોનિતા વચ્ચે દારુને લઈને સોમવારે રાતે ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન પ્રોનિતાએ દારુની બૉટલ તોડી નાંખી હતી. ગઈકાલે આશિષ ગુરંગેએ પત્ની બિમાર હોવાનું કારણ આપી બેંકમાં ગયો ન હતો. બપોરે આશિષે ફોન કરી દારુની બૉટલ મંગાવતા એક રિક્ષાવાળો ડિલીવરી આપી ગયો હતો. બૉટલ આવતાની સાથે જ આશિષે દારુ ગટગટાવવાનું શરુ કરી દીધું હતું. આથી પ્રોનિતાએ પતિને દારુ પીતો અટકાવવાની કોશિષ કરતા આશિષે ચપ્પાનો ઘા છાતીમાં મારી દીધો હતો.

પ્રોનિતાએ પાણી-પાણી બૂમો પાડતા આશિષ તેને બાથરુમમાં લઈ ગયો ગયો હતો. જયાં નશાના કારણે આશિષે બેલેન્સ ગુમાવી દેતા પ્રોનિતા બાથરુમમાં પટકાઈ હતી. છાતીમાં હૃદયના ભાગે ઈજા થવાથી પ્રોનિતાનું થોડીક ક્ષણોમાં મોત થયું હતું. પ્રોનિતાની હત્યા બાદ પણ આશિષ દારુ પીવા બેસી ગયો હતો અને સમગ્ર ઘટનાની જાણ સાંજે કરી હતી.