Three well-known builders of the city, RERA's Red at late evening
  • Home
  • Ahmedabad
  • શહેરના 3 જાણીતા બિલ્ડર્સને ત્યાં મોડી સાંજે RERAની રેડ, ચૂંટણી પુરી થયા બાદ રેરા સક્રિય

શહેરના 3 જાણીતા બિલ્ડર્સને ત્યાં મોડી સાંજે RERAની રેડ, ચૂંટણી પુરી થયા બાદ રેરા સક્રિય

 | 10:46 am IST

રાજ્યમાં ચૂંટણી પૂર્ણ થયાના બીજા જ દિવસે રાજ્યના રેરા સત્તાવાળાઓ સક્રિય થયા છે. બુધવારે મોડી રાત્રે પ્રાપ્ત સમાચાર મુજબ, શહેરના ત્રણ બિલ્ડર્સ ડેવલપર્સ રાજયશ, સમર્થ અને સિલ્વર ઈન્ફ્રાસ્ટ્રકચરના સ્થનો પર રેરાના અધિકારીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવાના સમાચાર છે. આ ઓપરેશન મોડી રાત્રિ સુધી ચાલુ રહ્યા હતા.

રેરાના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, શહેરના પશ્ચિમ વિસ્તારના બોપલમાં ઈન્ડક્ટોયર્મની જમીન પર આ ત્રણ બિલ્ડર્સનો સંયુક્ત ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હતો. અહીં ડેવલપમેન્ટની મંજૂરી ન હોવા છતાં તે જમીન પર બાંધકામ શરૂ થયું હતું. મકાનો પણ વેચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

ચૂંટણીની પ્રક્રિયા પૂ્ર્ણ થયા બાદ અને નવા નાણાંકીય વર્ષમાં રેરાનું ગુજરાતમાં આ પહેલું મોટું ઓપરેશન ગણાવાય છે. ચૂંટણીના કારણે વિવિધ અધિકારીઓ ચૂંટણી ફરજમાં તહેનાત હોવાથી પણ રાજ્યમાં સર્ચ ઓપરેશન પર રોક લાગેલી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આ ત્રણ બિલ્ડર્સને ત્યાં ચાલી રહેલા ઓપરેશન વિશે હાલ કોઇ વિશેષ વિગતો આપવાનો પણ સૂત્રોએ ઈનકાર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન