રાજકોટઃ ત્રણ મહિલાઓએ મચાવી ધમાલ, હોટલ સંચાલિકાને બતાવી છરી - Sandesh
  • Home
  • Gujarat
  • રાજકોટઃ ત્રણ મહિલાઓએ મચાવી ધમાલ, હોટલ સંચાલિકાને બતાવી છરી

રાજકોટઃ ત્રણ મહિલાઓએ મચાવી ધમાલ, હોટલ સંચાલિકાને બતાવી છરી

 | 10:31 pm IST

રાજકોટ જામનગર હાઈવે પર ખંઢેરી નજીક આવેલી હોટલ ગ્રાન્ડ મુરલીધર પર હોળીની રાત્રે ત્રણ મહિલાઓએ માથાકુટ કરીને હોટલ સંચાલિકા પ્રતિભાબેન એભલભાઈ કુહાડીયાને છરી બતાવી ધમાલ મચાવતાં દોડી આવેલી પડધરી પોલીસે રાજકોટમાં રહેતી આરોપી મહિલાઓની ધરપકડ કરી હતી.

પોલીસના સુત્રોની વિગતો મુજબ હોટલ પટાંગણમાં મહિલા ત્રિપુટી પૈકીની રાખી ધામેચા ફોનમાં ગાળો બોલતી હોવાથી પ્રતિભાબેને અભદ્ર ભાષામાં ન બોલવા અને નીચા અવાજે વાત કરવા કહ્યું હતું જેથી ઉશ્કેરાયેલી મહિલા ત્રિપુટીએ પ્રતિભાબેનને ઢીકાપાટુનો મારમારી છરી બતાવી ધમકી આપી હતી. પડધરી પોલીસ દોડી આવી હતી જો કે બે મહિલા કાર બોલાવી નાસી છુટી હતી જ્યારે પીધેલી હાલતમાં રહેલી ગાયત્રીબાને પોલીસે ધરપકડ કરી નાસી છુટેલી અન્ય બેને પણ ઝડપી પાડી હતી.
સામેપક્ષે રાખી ધામેચા ઉ.વ.૨૦ રાજકોટ સિવિલ હોસ્પિટલે સારવારમાં આવી હતી.

પોલીસ સમક્ષ જણાવ્યા મુજબ પોતે બે બહેનપણી ચાંદની સોલંકી અને ગાયત્રીબા સાથે ચાંદનીના બહેનને ત્યાં જામનગર ગઈ હતી. રાત્રે પરત ફરતા સાડા દશેક વાગ્યે હોટલ પર નાસ્તો કરવા રોકાયા હતા. જ્યાં પ્રેમી રવિરાજસિંહ યોગેન્દ્રસિંહ ઝાલા સાથે ફોનમાં મોટા અવાજે વાતો કરતી હતી ત્યારે હોટલ સ્ટાફ અને બે મહિલાએ કેમ મોટા અવાજે બોલે છે ગાળાગાળી કરે છે કહીં ધોકા વડે મારમારી મોબાઈલ અને રોકડ સાથેનું પર્સ પડાવી લીધાનો આક્ષેપ કર્યો હતો. પ્રેમી સાથે જ રહે છે પરંતુ પ્રેમીના પરિવારજનો લગ્ન માટે રાજી ન હોય તે મુદ્દે વાત કરતી હતી.