Three work orders given for a road to corruption in the state
  • Home
  • Gujarat
  • રાજ્યમાં ભ્રષ્ટાચારે માજા મૂકી, એક રોડ માટે આપવામાં આવ્યા ત્રણ-ત્રણ વર્ક ઓર્ડર

રાજ્યમાં ભ્રષ્ટાચારે માજા મૂકી, એક રોડ માટે આપવામાં આવ્યા ત્રણ-ત્રણ વર્ક ઓર્ડર

 | 9:45 pm IST

રાજ્યની ભાજપ સરકાર સામે ભ્રષ્ટાચારના અનેકવાર આરોપ થયા છે. માધાપરમાં એક જ રોડના કામનો ત્રણ વખત વર્ક ઓર્ડર આપી ત્રણ વખત અલગ અલગ એજન્સીઓ કોન્ટ્રાક્ટ આપી માર્ગ અને મકાન વિભાગે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. સ્થાનિક લોકોએ સમગ્ર રોડના કામમાં થયેલ ભ્રષ્ટાચાર મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રીને પત્ર લખી તપાસની માંગ કરી છે.

ભૂજ તાલુકાના માધાપર ગામમાં એક જ રોડના કામ બે વર્ષમાં ત્રણ વખત કરવામાં આવ્યું હોવાની ફરિયાદ ઉઠી છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા માધાપરના સ્વામીનારાયણ નગર એક કિલ્લોમીટર રોડ ત્રણ વખત બનાવી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. બે વર્ષમાં એક જ રોડનું કામ ત્રણ વખત અલગ-અલગ કોન્ટ્રાક્ટરને આપી માર્ગ અને મકાન વિભાગ તેમજ પદાધિકારી સાથે મળીને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ફરિયાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરવામાં આવી છે. સ્થાનિક લોકો દ્વારા નાયબ મુખ્યમંત્રીને પત્ર લખી સમગ્ર રોડના કામમાં આચરવામાં આવેલ ભ્રષ્ટાચાર મામલે યોગ્ય તપાસ તેમજ જવાબદાર અધિકારી સામે પગલા ભરવામાં આવે તેવી માંગ કરી છે. સ્થાનિક લોકોએ કરેલી ફરિયાદ મુજબ 9-4-2017 અને 8-01-2018 એક જ રસ્તાના વર્ક ઓર્ડર બતાવી રસ્તાનું કામ કરવામાં આવ્યું છે. તાજેતરમાં 20 દિવસ પહેલા આ રસ્તા કોઈ વર્ક ઓર્ડર વગર 500 મીટર સીસી રોડ બનાવી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.

સમગ્ર મામલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા સ્થાનિક લોકોના તમામ આરોપ ફગાવી દીધા છે. માર્ગ મકાન વિભાગ દ્વારા વર્ષ 2014 આ રોડ કામ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્થાનિક લોકોએ સીસી રોડ બનાવી આપવા માટે રજૂઆત કરી હતી. સ્થાનિક લોકો રજૂઆત લઈને હાલમાં તાલુકા પંચાયત બચત રકમ માંથી રસ્તો બનાવી આપવામાં આવ્યો છે. એક રસ્તા માટે ત્રણ વખત વર્કઓર્ડર આપવામાં આવ્યો હોવાનો આરોપ પાયા વિહોણા હોવાનો ખુલાસો માંર્ગ અને મકાન વિભાગે કર્યો છે.

માધાપર સ્વામીનારાયણ રોડ બે વર્ષમાં ત્રણ વખત બનાવી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની સ્થાનિક લોકો ફરિયાદ કરી સમગ્ર મામલે તપાસની માંગ કરી છે. માર્ગ અને મકાન વિભાગ સ્થાનિક લોકો આરોપ પાયાવિહોણા અને નિયમો મુજબ રોડનું કામ થયું હોવાનું રટન કરી રહ્યા છે. રોડ કામ થયેલ ભ્રષ્ટાચાર આરોપ લઈને તપાસ થશે કે નહિ એ હવે જોવું રહ્યું?

આ વીડિયો પણ જુઓ : હૈદરાબાદમાં મહિલા તબીબ પર દુષ્કર્મ – હત્યાનો મામલો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન