Three Years Old Child Girl Raped, She Went Missing From The Morning
  • Home
  • Gujarat
  • સુરત: 3 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ, ઘરનાં પાછળનાં ભાગે મૂકી નરાધમો ફરાર

સુરત: 3 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ, ઘરનાં પાછળનાં ભાગે મૂકી નરાધમો ફરાર

 | 7:53 pm IST

સુરતમાં એક ધ્રુણાસ્પદ ઘટના બની છે. સુરતનાં હજીરામાંથી ગઈકાલે બપોરનાં સમયે 3 વર્ષની બાળકી ગૂમ થઈ હતી. તપાસ કરતા સાંજે આ બાળકની ઘરનાં પાછળનાં ભાગમાંથી લોહીલુહાણ સ્થિતિમાં મળી આવી હતી. બાળકી સાથે કરાયેલી આ ક્રુર ઘટનાને લઇને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. દુષ્કર્મની આ ઘટનાનો ભોગ બનેલી 3 વર્ષની બાળકી ગઇકાલે બપોરે ગાયબ થઈ હતી. બાળકીની શોધખોળ કરતા તે સાંજે 7 વાગ્યે ઘરનાં પાછળનાં ભાગે આવેલી ઝાડીમાંથી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી.

આ ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી. પરપ્રાંતિય પરિવારની આ બાળકીને તાત્કાલિક હૉસ્પિટલ લઇ જવામાં આવી હતી. ડૉક્ટરોએ તપાસ કરતા જણાયું કે બાળકીનાં ગુપ્ત ભાગેથી લોહી નીકળી રહ્યું છે. પોલીસ પીડિત બાળકીનાં પરિવારની પુછપરછ કરી રહી છે. આ ઘટનાને લઇને ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી અને એસઓજીની 7 ટીમોએ તપાસ શરૂ કરી દીધી છે.

આ ઘટનામાં પોલીસે 2 શકમંદોની પુછપરછ હાથ ધરી છે. જાણકારી પ્રમાણે ઘરની નજીકથી બાળકીને નરાધમ ઊઠાવી ગયો હતો અને 12-13 વર્ષનો કિશોર બાળકીને છોડીને ગયો હતો. પોલીસ હજીરા ગામમાં લાગેલા સીસીટીવીની મદદથી તપાસ કરી રહી છે. JCPએ જણાવ્યું કે, “બાળકીનાં પરીક્ષણનાં રીપોર્ટ પછી ફરિયાદ લેવામાં આવશે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન