Three youths killed in Amirgarh-Abur Road Road Accident
  • Home
  • Featured
  • અમીરગઢ-આબુરોડ વચ્ચે બે ગોઝારા અકસ્માત સર્જાતા ત્રણ યુવકોનાં મોત

અમીરગઢ-આબુરોડ વચ્ચે બે ગોઝારા અકસ્માત સર્જાતા ત્રણ યુવકોનાં મોત

 | 7:54 pm IST

અમીરગઢ અને આબુરોડ નજીક બે ગોઝારા માર્ગ અકસ્માત સર્જાયા હતા જેમાં અંબાજીના બે જ્યારે અમીરગઢના એક યુવકના અરેરાટીભર્યા મોત થતા પંથકમાં ચકચાર મચી ગઇ હતી. બન્ને બનાવમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અમીરગઢ અને આબુરોડ વચ્ચે બે માર્ગ અકસ્માત સર્જાયા હતા જેમાં આબુરોડ નજીકથી મોટર સાયકલ પર અંબાજી તરફ્ જતા બન્ને યુવકોની બાઇક ડિવાઈડર સાથે ટકરાઈ હતી અને બન્ને યુવકો રોડ પર પટકાયા હતા જેમાં બન્ને અંબાજીના યુવકોના શરીરે ગંભીર ઇજા થતાં તેઓના પ્રાણ પંખેરું ઊડી ગયા હતા જ્યારે અન્ય એક બનાવમાં અમીરગઢ આરટીઓ ચેકપોસ્ટ નજીકથી રોડ ક્રોસ કરી રહેલા અમીરગઢના યુવકને બલોનો ચાલકે ટક્કર મારી હતી.

જેમાં યુવક ગંભીર રીતે ઘવાતા 108ના પાઇલોટ મુકેશભાઈ તેમજ ઇએમટી ભાવિનભાઈ દ્વારા અમીરગઢ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે પાલનપુર લઈ જતા સારવાર દરમિયાન તેઓ નું મોત થયું હતું. આબુરોડ નજીક સર્જાયેલા અકસ્માતમાં અંબાજી નિવાસી રાજુભાઇ તેમજ કાંતિભાઈનું મોત થયું હતું.

જ્યારે અમીરગઢ નજીકના બનાવમાં અમીરગઢ નિવાસી ચતરા ભાઈ રબારીનું મોત થતા પંથકમાં ચકચાર મચી ગઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન