શું તમને ગળામાં ખારાશ, સોજો, કાકડાની સમસ્યા રહે છે? તો અજમાવો આ ઘરેલૂ નુસખા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • શું તમને ગળામાં ખારાશ, સોજો, કાકડાની સમસ્યા રહે છે? તો અજમાવો આ ઘરેલૂ નુસખા

શું તમને ગળામાં ખારાશ, સોજો, કાકડાની સમસ્યા રહે છે? તો અજમાવો આ ઘરેલૂ નુસખા

 | 2:28 pm IST
  • Share

આજકાલ કોઈપણ સિઝન હોય ગળા સંબંધી સમસ્યાઓ મોટાભાગના લોકોને સતાવતી હોય છે. આ સાથે જ્યારે ગળું ખરડાઈ જાય, સતત ઇરિટેશન થાય, દુખાવો થાય અને કશું ખાવા-પીવાથી ખોરાક ગળેથી નીચે ઉતારતાં દુખાવો વધી જાય એ લક્ષણો બહુ સામાન્ય છે અને કોઈ પણને થઈ શકે છે, પરંતુ એની પાછળ સામાન્ય ઇન્ફેક્શનથી લઈને ટીબી સુધીનાં કારણો જવાબદાર હોઈ શકે છે, ત્યારે જાણી લો ગળાના દુખાવાના બે દિવસમાં કેવી રીતે મટાડી શકાય…

– કાળા મરી શરદી અને તાવ માટે ખૂબ જ ગુણકારી હોય છે. છ કાળા મરી ઝીણા વાટીને તેને એક ગ્લાસ ગરમ પાણીમાં છ પતાસા સાથે મિક્સ કરી થોડા દિવસ સતત રોજ રાત્રે કોગળા કરવાથી ખાંસી-શરદી તેમજ ગળાનો દુખાવો દૂર થઈ જાય છે.
– ગળાની બળતરાથી છુટકારો મેળવવા માટે તમાલપત્રને પાણીમાં ઉકાળીને કોગળા કરવા જોઈએ. આ સિવાય ડુંગળીને વાટીને સંચળ અને જીરુ મિક્સ કરી ખાવુ જોઈએ. આવુ કરવાથી ગળાની બળતરા સારી થઈ જાય છે.
– આખા ધાણા સૂકા ચાવવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે. અને ગળાના સોજામાં પણ રાહત થાય છે.
– ભોજન પછી વરિયાળી ખાવાથી મોઢાનો સ્વાદ બન્યો રહે છે.
– ગરમ કરેલા દૂધમાં થોડી હળદર નાખી પીવાથી ગળું બેસી ગયું હોય તો તે મટે છે.
– દ્રાક્ષને સારી પેઠે લસોટી ઘી, મધ ભેળવીને જીભ ઉપર ચોપડવાથી ગળાના દુખાવામાં રાહત મળશે.
– લવિંગને જરા શેકી મોમાં રાખી ચૂસવાથી ગળાનો સોજો મટે છે.
– ડુંગળીના કચુમ્બરમાં જીરું અને સિંધવ નાખી ખાવાથી ગળું સાફ રહે છે. અને કફની ખરેટી બાજતી નથી.
– તાજી મોળી છાશ પીવાથી મોંના ચાંદા મટે છે.
– મધ સાથે પાણી મેળવી કોગળા કરવાથી મોંની ચાંદી અને ગળાની બળતરા મટે છે.
– ગરમ પાણીમાં હિંગ નાખી પીવાથી અવાજ બેસી ગયો હોય તો ખૂલશે.
– ગરમ પાણીમાં નમક-હળદર નાખી ગરમ પાણીના કોગળા કરવાથી ગળું બળતું હોય તો રાહત થાય છે.
– પાણીમાં જાયફળ ઉકાળી કોગળા કરવાથી ગળું બળતું હોય તો રાહત થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન