through-a-special-anna-seva-ambani-family-seek-udaipurs-blessings-for-their-daughters-wedding
  • Home
  • Featured
  • Photos: ઈશા અંબાણીએ પોતાના હાથે 5000 ગરીબોને જમાડ્યા, લગ્નનો ધમધમાટ શરૂ

Photos: ઈશા અંબાણીએ પોતાના હાથે 5000 ગરીબોને જમાડ્યા, લગ્નનો ધમધમાટ શરૂ

 | 10:04 am IST

અંબાણી પરિવાર ભારતીય સંસ્કૃત્તિમાં ખુબજ વિશ્વાસ ધરાવે છે. પરિવારમાં કંઇ પણ કાર્યક્રમ હોય ભગવાનના આશિર્વાદ લઈને જ આગળ વધવામાં આવે છે. અંબાણી પરિવારમાં હાલ ઈશા અંબાણીના લગ્નના કાર્યક્રમો ચાલી રહ્યા છે.

આગામી 8 અને 9 ડિસેમ્બરે ઈશા અંબાણીના લગ્નના કાર્યક્રમો માટે ઉદયપુરમાં અંબાણી પરિવાર પહોંચી ગયો છે. આ ઐતિહાસિક શહેર પ્રત્યે સન્માન દર્શાવવા અને આશિર્વાદ મેળવવા અંબાણી પરિવારે 7થી 10 ડિસેમ્બર સુધી 5,100 લોકોને ત્રણ ટાઈમનું ભોજન કરાવ્યુ હતુ. ઈશા અંબાણી અને આનંદ પીરામલ સાથેના લગ્ન સાથે જોડાયેલા કાર્યક્રમ 8 અને 9 ડિસેમ્બરમાં ઉદયપુરમાં યોજાશે.

આ ખાસ ભોજન સમારંભમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી, અજય પીરામલ, સ્વાતી પીરામલ, ઈશા અંબાણી તેમજ આનંદ પીરામલ હાજર રહ્યા હતા. ઉદયપુર નારાયણ સેવા સંસ્થાનમાં આ અન્ન સેવા આગામી 4 દિવસ સુધી ચાલશે અને ત્રણ ટાઈમ ભોજન પિરસવામાં આવશે. આ ખાસ આવસર પર ઇશા તેના પરિવાર સાથે ગરીબોને જમાડતી નજરે ચડી હતી.