This Is How ISRO Trying To Communicate With Vikram Lander
  • Home
  • Featured
  • ઇસરો આ ટેકનિકથી લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવાનો કરી રહ્યું છે પ્રયત્ન

ઇસરો આ ટેકનિકથી લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવાનો કરી રહ્યું છે પ્રયત્ન

 | 5:54 pm IST

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર (ઇસરો)એ મંગળવારનાં નિવેદન જાહેર કરીને કહ્યું કે એજન્સી ચંદ્રયાન-2નાં વિક્રમ લેન્ડર સાથે સંપર્ક સ્થાપિત કરવાની કરવાનો પ્રયત્ન કરી રહી છે. ચંદ્રયાનનાં ઑર્બિટરે આનું ચોક્કસ લોકેશન શોધી લીધું છે. ઇસરોનાં ચેરમેન કે. સિવને રવિવારનાં કહ્યું હતુ કે, “ઑર્બિટરે વિક્રમની લોકેશન શોધી લીધું છે.” ઇસરોનું કહેવું છે કે તેમની ટીમ સતત સિગ્નલ મોકલીને લેન્ડર સાથે સંપર્ક સાધવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આવામાં વિક્રમ સાથે સંપર્ક સાધવાને લઇને અનેક પ્રશ્નો છે જે દરેકનાં મગજમાં ફરી રહ્યા છે. ઘણાને પ્રશ્ન છે કે વિક્રમ સાથે સંપર્ક કેવી રીતે સ્થાપિત કરવામાં આવી રહ્યો છે? આ પ્રયત્ન માટે ઇસરોની પાસે કેટલો સમય છે? જો સંપર્ક સ્થાપિત થયો તો વિક્રમ કેવી રીતે જવાબ આપશે? આ તમામ પ્રશ્નોનાં જવાબ તમને અહીં મળશે.

આ રીતે થઇ રહ્યો છે વિક્રમ સાથે સંપર્કનો પ્રયાસ

ઇસરોને એ ફ્રિક્વેંસી ખબર છે, જેમાં વિક્રમ સાથે કૉમ્યુનિકેટ કરવામાં આવનાર છે. આવામાં તેમની ટીમ સતત એ આશામાં અલગ અલગ કમાન્ડ મોકલી રહી છે કે વિક્રમ કોઇક કમાન્ડ પર જવાબ આપે. જો કે હજુ સુધી કોઇ સફળતા મળી નથી. ઇસરો સંપર્ક માટે કર્ણાટકનાં એક ગામ બયાલાલુમાં લગાવવામાં આવેલા 32 મીટરનાં એન્ટેનાનો ઉપયોગ કરી રહ્યું છે. આનું સ્પેસ નેટવર્ક સેન્ટર બેંગલોરમાં છે. ઇસરો એક અન્ય રસ્તાનો ઉપયોગ કરી રહ્યું છે. ઇસરોનો પ્રયત્ન છે કે ઑર્બિટર દ્વારા વિક્રમ સાથે સંપર્ક સ્થાપિત કરવામાં આવે, પરંતુ આમાં પણ અત્યાર સુધી કોઈ સફળતા નથી મળી.

કેવી રીતે જવાબ આપી શકે છે વિક્રમ?

વિક્રમ ત્રણ ટ્રાન્સપોન્ડર્સ અને આરે એન્ટેનાથી ઇક્વિપ્ડ છે. તેના પર એક ગુંબજ જેવું યંત્ર લાગેલું છે. વિક્રમ આ જ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરીને પૃથ્વી અથવા તેના ઑર્બિટરથી સિગ્નલ લેશે અને પછી તેનો જવાબ આપશે, પરંતુ ગ્રાઉન્ડ ફાઉન્ડેશનથી સંપર્ક તૂટી ગયા બાદ 72 કલાકથી વધારે સમય વીતી ગયા બાદ પણ વિક્રમે કોઈ પ્રતિક્રિયા નથી આપી. આ સિસ્ટમને કામ કરવા માટે પાવરની જરૂરિયાત હોય છે.

વિક્રમની બહારની બૉડી પર સોલર પેનલ લાગેલી છે. જો વિક્રમે નક્કી કરવામાં આવેલી યોજના પ્રમાણે લેન્ડિંગ કરી હશે તો તે સૂરજ પાસેથી ઊર્જા લઇને પાવર જનરેટ કરી લેશે. આ ઉપરાંત વિક્રમમાં બેટરી સીસ્ટમ પણ છે, પરંતુ એ સ્પષ્ટ નથી કે લેન્ડર પાવર જનરેટ કરી રહ્યું છે કે નહીં. ઇસરોએ હજુ સુધી આની પણ જાણકારી નથી આપી.

આ વિડીયો પણ જુઓ: નર્મદાનો કરજણ ડેમ હાઈએલર્ટ પર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન