Throw in a domino's pizza in the Paldi area of Ahmedabad
  • Home
  • Ahmedabad
  • અ’વાદના પાલડી વિસ્તારમાં ડોમિનોઝ પિત્ઝામાં જબરદસ્ત પથ્થરમારો, કારણ જાણીને તમે પણ કહેશો બસ આટલું…!

અ’વાદના પાલડી વિસ્તારમાં ડોમિનોઝ પિત્ઝામાં જબરદસ્ત પથ્થરમારો, કારણ જાણીને તમે પણ કહેશો બસ આટલું…!

 | 11:26 am IST

પાલડી ભઠ્ઠામાં સુખ શાંતિ કોમ્પ્લેકેસમાં આવેલા ડોમિનોઝ પિત્ઝા સેન્ટર પર શુક્રવારે સવારે ગ્રાહકોએ પથ્થરમારો કરી ત્રણ કાચ તોડી નાંખ્યા, કમ્પ્યુટર, મેન્યુઅલ બોર્ડ તોડી નાંખ્યું તેમજ કર્મચારી દિલીપભાઈને ઈજા પહોંચાડયો હોવાની ઘટના નોંધાઈ છે.

ચિઝ ડીપ પિત્ઝાનો ઓર્ડર આપનાર વરૃણ શાહ સહિતના ત્રણ લોકોએ ઓર્ડર મુજબ પિત્ઝા ના આવતાં તમામ રકમનું રિફંડ માંગ્યું જ્યારે મેનેજરએ રૂપિયા 50નું રિફંડ આપ્યું હતું. જેના પગલે ઉશ્કેરાયેલા ત્રણે ગ્રાહકોએ શરૃઆતમાં અપશબ્દો બોલી ગાર્ડને માર મારી જતા રહ્યા હતા. તે પછી મોડી રાત્રે ફરી આવીને પિત્ઝા સેન્ટર પર પથ્થરમારો કરી નુકશાન કર્યું હતું. પાલડી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

પાલડી ભઠ્ઠાના સુખ શાંતિ કોમ્પ્લેકસમાં આવેલા ડોમિનોઝ પિત્ઝામાં સિનિયર આસીસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતાં ચિંતન ગીરીશ સોલંકી (ઉં,26)એ વરૃણ શાહ સહીત ત્રણ યુવક વિરૃદ્ધ ફરિયાદ કરી છે. ફરિયાદ મુજબ વરૃણ શાહ સહિત ત્રણ જણા તેઓના સેન્ટર પર આવ્યા અને ચિઝ ડીપ પિત્ઝાનો ઓર્ડર આપતાં રૂપિયા 850ની રકમ લીધી હતી.

તે પછી ત્રણે જણા નાસ્તો કરવા બેઠા પરંતુ ચિઝ ડીપની ર્સિવસ ના હોવાથી ગ્રાહકોએ પુરી રકમનું રિફંડ માંગ્યું જેની સામે ચિંતનભાઈએ રૂપિયા 50નું રિફંડ આપ્યું હતું. આથી ગ્રાહકોએ અપશબ્દો બોલતાં બહાર નીકળતા હોવાથી ગાર્ડ સંદીપ શુકલાએ તેમ કરવાની ના પાડતાં તેઓ તેણે લાફા મારીને જતા રહ્યા હતા. તે પછી રાત્રે પરત સેન્ટર પર આવી પથ્થરો મારી તોડફોડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન