સરકાર પેટ્રોલ-ડિઝલ માટે ઘડી કાઢશે નવી નીતિ - Sandesh
  • Home
  • Business
  • સરકાર પેટ્રોલ-ડિઝલ માટે ઘડી કાઢશે નવી નીતિ

સરકાર પેટ્રોલ-ડિઝલ માટે ઘડી કાઢશે નવી નીતિ

 | 6:40 pm IST

નરેન્દ્ર મોદી સરકાર પેટ્રોલ અને ડીઝલ સામે નવી વ્યૂહરચના ઘડી કાઢવાની તૈયારીમાં છે. આ માટે સરકારે જૈવિક ઈંધણના ઉત્પાદનમાં વધારો કરવાનું આયોજન હાથ ધર્યું છે. સરકાર આગામી સમયમાં એક લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરે તેવી પણ શક્યતા છે.

ઈયુ-એડવાન્સ બાયોફ્યુઅલ કોન્ફરન્સમાં બોલતાં પેટ્રોલિયમપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારના ફળ અને કચરાનો ઉપયોગ કરી ડીઝલ બનાવી શકાય છે. તેમાં ઉર્જાનું પ્રમાણ પણ વધારે હોય છે. સરકાર જૈવિક ઈંધણને લગતી અનેક રાષ્ટ્રીય નીતિઓ પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. ત્રણ રીતે જૈવિક ઈંધણનું ઉત્પાદન કરી શકાય છે, પરંતુ હાલમાં ભારત પ્રથમ જનરેશનની રીતે જ તેનું ઉત્પાદન કરે છે. આગામી સમયમાં એડવાન્ડસ પદ્ધતિનો પણ ઉપયોગ કરવામાં આવશે.

પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે 2018-19ના બજેટમાં વેસ્ટ ટુ વેલ્થનો ઉલ્લેખ કરાયો હતો. આ માટે ગોબર ધન સ્કીમનો આરંભ કરાયો છે. તેનાથી બાયો-સીએનજીને પ્રોત્સાહન મળશે. કેન્દ્ર સરકાર આગામી સમયમાં 12 એડવાન્સ બાયોફ્યુઅલ રિફાઈનરીની સ્થાપના કરનાર છે. હાલમાં ઈન્ડિયન ઓઈલ ત્રણ બાયોફ્યુઆલ પ્લાન્ટ ચલાવે છે. આ પ્લાન્ટની ક્ષમતા પ્રતિ દિન 12 ટનની છે. આ ક્ષમતા આગામી સમયમાં વધારીને દૈનિક 100 ટન જેટલી કરવાની છે. .