NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Uncategorized
  • ઠગે દિલ્હીના રાજકારણીનો પુત્ર છું, કહી મુંબઇની મહિલાને ૩૦ લાખનો ચુનો લગાવ્યો

ઠગે દિલ્હીના રાજકારણીનો પુત્ર છું, કહી મુંબઇની મહિલાને ૩૦ લાખનો ચુનો લગાવ્યો

 | 12:11 am IST

દિલ્હીના રાજકારણીનો પુત્ર છું અને ખોટુ નામ ધારણ કરી મુંબઇની યુવતી સાથે ઠગાઇ થયાની ફરિયાદ વાસણા પોલીસ સ્ટેશનમાં નોધાઇ છે. યુવતીને ખોટુ નામ ધારણ કરી પરિણીત હોવા છતાં અપરીણિત હોવાનુ કહીને ઠગાઇ કર્યાનુ બહાર આવ્યું છે. યુવતી સાથે વેપાર કરવાની લાલચ આપી ધીરે ધીરે ૩૦ લાખની ઠગાઇ કરી લેતા આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

મુંબઇ લોખંડવાલા સ્ટલીંગ કો.ઓ.હા.સોમાં રહેતી પરમીત રાજેન્દ્રસિંગ અરોરા નેમ થેરાપી નામે રત્નના નંગનો વેચાણનો વેપાર કરે છે. છ વર્ષ પહેલા ઇન્ટરનેટના માધ્યમથી બીબીએમથી રવિ મારવાહ નામના શખસના સંપર્કમાં આવ્યા હતા. રવિએ દિલ્હી રહેતો અને પોતે રાજેશ મારવાહ નામના રાજકારણીનો પુત્ર છું અને પ્લેટીનમ કન્સ્ટ્રક્શન નામની બિંલ્ડીંગ કનસ્ટ્રક્શન કંપની ધરાવી વેપાર કરે છે. તેથી પરમીત અને રવિ એક બીજાના સંપર્કમાં હતા. દરમિયાનમા રવિ દિલ્હીથી અમદાવાદ આવી ગયો શાળા ચલાવે છે તેમ જણાવ્યું હતુ. દરમિયાનમાં લગ્ન કરવાનો ખોટો વાયદો આપી ૨૦૧૫માં રવી મારવાહે અમદાવાદમાં સોરવ ઇન્ટરનેશન નામથી રત્નના નંગના ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે એક પેઢી બનાવી હતી અને વાસણા ખાતે ઓફિસ બનાવી બેસતો હોવાનુ પરમીતને જણાવતો હતો. રવિ વારંવાર ધંધા માટે રુપિયાની માંગણી કરતો તેથી ૩૦ લાખ રુપિયા ટુકડે ટુકડે આપ્યા હતા. એકાદ માસ પહેલા જીએસટી નંબર વાળા સોરવ ઇન્ટરનેશનના બિલોની માંગણી કરી હતી પરંતુ જીએસટીમાં પ્રોબ્લેમ છે તેમ કહી બીલ આપતો ન હતો. આખરે બીલ આપતા તેના જીએસટી નંબર પર પ્રોપરાઇટરની તપાસ કરાવતા ઝાઇજ અન્સારી નામ બતાવતા હતા. દરમિયાનમાં તેને અસલ નામ પુછતા તેણે ફોન કટ કરી દીધો હતો. બાદમાં તેણે પોતાનુ અસલ નામ ઝાયદ અન્સારી(રહે. ડાયમંડ એપાર્ટમેન્ટ, એલીસબ્રીજ) હોવાનું બહાર આવ્યું હતુ. પરમીતે ઘરે તપાસ કરતા ઝાયદ પરિણીત હતો અને તેને બાળકી હોવાનુ બહાર આવ્યું હતુ. આ અંગે વાસણા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.